________________
પંજાબ-પ્રવેશ શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ–આત્મારામજી મહારાજના પ્રશિષ્યરત્ન પ્રઢ-વિદ્વાન, જૈનભૂષણ, મુનિશ્રી વલ્લભ વિજયજી મહારાજ !
અમે સમસ્ત શ્રીસંઘ પંજાબ, જેમાં દિલ્હી, મીરટ અને બીકાનેર પણ સમ્મિલિત છે–અમારી અનન્યભક્તિભાવના અને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આ હેશિયારપુર નગરમાં આપશ્રીનું સ્વાગત કરીએ છીએ. આ તુચ્છ સન્માનપત્ર આપની સેવામાં અર્પણ કરીએ છીએ. આશા છે આપ તેને સ્વીકાર કરી અમ સેવકને અનુગ્રહીત કરશે.
ગુરુરાજ ! આપશ્રીને માટે અમારા દિલમાં જે શ્રદ્ધા અને ભક્તિભાવ છે તેને શબ્દદ્વારા પ્રકટ કરવાને અમે સર્વથા અસમર્થ છીએ.
આપનું જીવન જૈન ધર્મનો ઉચ્ચ આદશ, સાદગી અને પવિત્રતાને એક ખાસ નમૂને છે. આપનું નામ વલ્લભ છે પણ ખરેખર આપ કાર્યોમાં પણ વલ્લભ જ છે. આપ જેવા રત્નથી જ જૈન સમાજ ગૌરવશાળી બની રહ્યો છે. આપ સત્ય અને પ્રેમની જીવતી-જાગતી મૂર્તિ છે. તેથી આપને સાચા સત્યાગ્રહી કહેવા જોઈએ.
સંયમ–સંન્યાસવ્રત ગ્રહણ કરવાના સમયથી આપે કુલ બુરાઈઓને સાચા દિલથી ત્યાગ કર્યો છે તેથી આપ સાચા અસહાગી છે.
ગુરુવર્ય ! આપના ઉચ્ચ અને અનુકરણીય જીવનને વિચાર કરતાં કરતાં અમારાં મસ્તક શ્રદ્ધા અને ભક્તિભાવથી નગ્ન થઈને આપના પ્રશસ્ત ચરણોમાં ઝુકી પડે છે.