________________
મહાન ત્યાગ
૧૮૯ મહત્તા જાણું છું. મારી સમ્મતિ પૂછે તે મુનિ મહારાજશ્રી કમલવિજયજીને આચાર્યપદ આપવું જોઈએ. તે દીક્ષા પર્યાયમાં પણ મોટા છે, જ્ઞાતા પણ સારા છે અને વૃદ્ધ પણ છે.”
બસ, બરાબર છે! પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજ તે મારા પણ વડીલ છે અને તે મારા સાચા સલાહકાર છે. તેમની વાત શ્રીસંઘે માન્ય કરવી જોઈએ. હું તે તમને પહેલેથી કહી રહ્યો છું. મને એ પદને જરાએ મેહ નથી. ”
પણ સાહેબ ! શાસનનાં કાર્ય તે બહુમતિથી થાય છે. પંજાબ શ્રીસંઘ તે એક જ નિર્ણય પર છે. બીજાની પણ સંમતિ છે. અને પ્રવર્તકજી મહારાજને પણ અમે મનાવી લઈશું ” આગેવાનોએ ફરી દલીલ કરી
તમે તે બધા ગુરુદેવના પરમ ભક્તો છે. ગુરુમહારાજના સમુદાયને એકતાના સૂત્રમાં બાંધી રાખવાનું મારું–તમારું પરમ કર્તવ્ય છે. તેથી તમે બધા પણ શ્રી કાંતિવિજયજી મહારાજની સૂચના માન્ય રાખો. વળી હું આચાર્ય નહિ બનું તેથી પંજાબને છોડી જઈશ કે ભૂલી જઈશ તેમ તે બનશે જ નહિ. હું ગૂજરાતી છું પણ મારે આમા તે પંજાબની હવાથી પ્રફુલ્લ છે. તમારે શંકા રાખવા પણું હોય જ નહિ” આપણા ચરિત્રનાયકે આગેવાનોને સમજાવ્યા.
નિરાશ થઈ આગેવાને તે ગયા પણ બીજા મુનિરાજેએ ફરી તેજ પ્રશ્ન ઉપાડ. મુનિરાજ બાબાજી