________________
૧૧૨
યુગવીર આચાય
અમારી ચારેની ઈચ્છા અહી લુધિયાનામાં ગુરુમહારાજશ્રી હવિજયજી મહારાજના નામથી જ્ઞાનભંડાર સ્થાપવાની છે. આચાર્યશ્રીએ તે માટે આનંદપૂર્વક આજ્ઞા આપી. ચારે ગુરુભાઈ આની પ્રેરણાથી લુધિયાનામાં ‘ શ્રી હર્ષીવિજયજી જ્ઞાનભડાર” નામથી એક પુસ્તકાલય ઉઘાડવામાં આવ્યું. પાછળથી તે ભંડાર જડિયાલાગુરૂમાં મેકલવામાં આવ્યા.
લુધિયાનાથી વિહાર કરી આચાર્ય શ્રી મલેરકાટલ પધાર્યા અને સ. ૧૯૪૬ નું ચાતુર્માસ અહીં થયું. આપણા ચરિત્રનાયકનું આ ચેાથું ચાતુર્માસ હતું. આ ચેમાસામાં અભ્યાસ તરફ દૃષ્ટિ કરી. અભ્યાસ માટે તીવ્ર ઈચ્છા હતી પણ બધી જગ્યાએ તે માટે સામગ્રી નહેાતી મળતી. કાઈ જગ્યાએ સામગ્રી હતી તેા કામ વિશેષ રહેતુ. આ વખતે તે માટે વિશેષ લક્ષ્ય રહ્યું. અહી ન્યાયના અભ્યાસ કર્યાં. અમરાષ પૂર્ણ કર્યાં. અભિધાન ચિન્તામણી નામમાળાને પણ ઘણાખરા ભાગ થઇ ગયેા. ઉપાધ્યાયજી શ્રીસમયસુંદરજી રચિત દશવૈકાલિક સૂત્રની લઘુ ટીકાના અભ્યાસ આપે પાલીથી દિલ્હી જતાં ગુરુવય' શ્રી ભાઇજીમહારાજ પાસે કર્યા હતા. અહીં આચાર્યશ્રીની પાસે દશ વૈકાલિકની શ્રી હરિભદ્રસૂરિમહારાજ વિરચિત બૃહદ્ ટીકા તથા આચાર પ્રદીપના અભ્યાસ કર્યો. આ ચેમાસામાં જ્ઞાનના ઉદય થયા અને ભવિષ્યની તૈયારી થવા લાગી. આચાર્ય શ્રી પણ સમય મેળવી આપને શીખવવા લાગ્યા. આપણા ચિરત્રનાયક પણ અભ્યાસમાં લીન
એક ક્ષણ પણ નકામી ગુમાવ્યા વિના થઈ ગયા. બાળપણથી જ જાણે ભવિષ્યની તૈયારી માટે જ