________________
૭૭
અમૃત ચોઘડિયું
“બેટા ! તું મહા–પ્રભાવી થઈશ. જૈન સમાજને કલ્યાણદાતા થઈશ. તારો તેજસ્વી આત્મા શાસનમાં નવચેતન રેડશે. તું બડભાગી છે.” માથા પર હાથ મૂકી પ્રેમથી ગુરુદેવે હજાર હજાર આશીર્વાદ આપ્યા.
“ભાઈ ! તારા ચેલાની દીક્ષાનું મુહૂત જેવશવવું છેને ! કોઈ શ્રાવકને કહી સંઘના તિષીને બોલાવી લ્યો.” આચાર્યશ્રીએ મુનિ મહારાજ શ્રી હર્ષવિજ્યજીને કહ્યું.
તિષી આવી ગયા. કેટલાક શ્રાવકો પણ એકઠ: થઈ ગયા. શ્રીસંઘના આગેવાનોએ ખીમચંદભાઈની ઈચ્છા જાણી લઈ દીક્ષાનું મુહૂર્ત પૂછયું. જોતિષીએ થોડીવાર વિચાર કરી, ગણિત ગણી મુહૂર્તને હિસાબ કરી કહ્યું.
વૈશાખ સુદ તેરશનું મુહૂર્ત દીક્ષા માટે સર્વોત્તમ છે. લગ્નકુંડળી પણ મેં બનાવી લીધી છે.”
જોશીજી ! તે પહેલાં બીજું કઈ સારું મુહૂર્ત આવતું હોય તે તે જરા જુઓને !” ખીમચંદભાઈ ફરી જેવા આગ્રહ કર્યો.
ખીમચંદભાઈ! તમે દીક્ષાનું મુહૂર્ત જરદી છે છે પણ મેં બધી રીતે તપાસી જોયું છે. આ મુહૂર્ત ઉત્તમમાં ઉત્તમ છે. વળી આચાર્યશ્રી, હું કે ભવિષ્યવેત્તા તે નથી પણ કુંડળી ઉપરથી કહા શકું છું કે આ મુહૂતમાં જે વ્યકિતની દીક્ષા થશે તેને સંસારમાં યશ મળશે, લાખો મનુષ્ય એમને પૂજશે અને ઉચ્ચપદને મેળવી જેનશાસનને જય જયકાર કરશે. આપ તે જ્યોતિષના જ્ઞાતા છે આપજ કુંડળી તપાસે ને ” આચાર્યશ્રીને કુંડળી