________________
-
૮
યુગવાર આચાર્ય
બતાવતાં કહ્યું.
જ્યોતિષીજીનું કહેવું યથાર્થ છે. કુંડળી પણ એજ કહે છે. બોલો ખીમચંદભાઈ તમે શું કહે છે?” આચાર્યશ્રીએ કુંડળી જોઈને ખીમચંદભાઈને પૂછ્યું.
ગુરુદેવ! જેવી આપ દયાળુની ઈચ્છા. મુહૂર્ત શેડું મેડું આવે તેની ચિંતા નહિ પણ તેવું જોઈએ સુંદરમાં સુંદર–મંગલમય, જ્યારે આપશ્રી જ્યોતિષીજી અને પં. અમીચંદજી એજ મુહૂર્ત પસંદ કરે છે તે તે જ રાખે.”
પણ તમારે તે પ્રસંગે આવવું જોઈશે, તમારા વિના છગનની દીક્ષા નહિ થાય. જે ઉત્સાહથી તમે છગન. ભાઈને રજા આપી છે, તેવા જ આનંદથી તમે જ તે મંગલમુહૂર્ત પર આવીને દીક્ષાનો ઉત્સવ ઉકેલો.” આચાર્યશ્રીએ આગ્રહપૂર્વક જણાવ્યું.
દયાળ! મારી ઈચ્છા તે છે કે હું પોતે જરૂર તે પ્રસંગે હાજર રહું, પણ હું કદાચ તે પ્રસંગે એવા કામમાં રોકાયેલ હઈશ કે તેમાંથી છૂટવું મુશ્કેલ બનશે, મારી પાસે સરકારી ઈજારો છે એટલે વિશેષ શેકાઈ શકું તેમ નથી. જે તે સમયે રજા મળી છે તે જરૂર એક દિવસ માટે પણ આવી જઈશ પણ હું ન આવી શકું તે શ્રી સંઘ આનંદપૂર્વક દીક્ષા આપે.”
“ખીમચંદભાઈ! ચરીનો વખત થયેલ છે. હવે આપણે રજા લઈએ. ” ગેડીદાસભાઈએ સુચના કરી.
“ગુરુદેવ! મેં અનુચિત વ્યવહાર કર્યો હોય, મન,