________________
દુકર પરિસહ છે. ગુરુદેવના પુસ્તકોના આગળના છેડા શબ્દ લઈ તેના અનર્થો કરવા લાગ્યા છે.”
“પણ આચાર્યશ્રી તથા ઉપાધ્યાય તે ત્યાં છેને?”
ગુરુદેવ! તેઓ તે છેજ પણ અમારા પ્યાર વલ્લભ વિના કાંઈ બેડ પાર થઈ શકે છે? સામાના ને નાભાને શાસ્ત્રાર્થ તે અમારી આંખ સામે છે. શ્રીસંઘ તો આપની માળા જપી રહ્યા છે. આ પત્ર પણ મને આપ્યો છે.” લાલા જગન્નાથજીએ ખુલાસો કર્યો.
“આચાર્યશ્રીને એક તાર અને પત્ર તે મળ્યાં હતાં. આ બીજે પત્ર પણ તેમણે આપે છે?”
“જી હા! કદાચ તે પત્ર વિહારમાં મળે ન મળે તથી મને લખી આપ્યો છે.”
અત્રશ્રી ગુજરવાલાથી શ્રી આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસૂરિજી તથા વીરવિજય આદિ સાધુના તરફથી તત્રશ્રી બિનલી મધ્યે મુનિશ્રી વલ્લભવિજયજી આદિ જોગ, સુખશાતા અનુવંદના વાંચનાજી. લખવાનું કે પત્ર મળે હશે. વિશેષ લખવાનું કે આ પત્ર વાંચતાં જ ગુજરાંવાલા તરફ વિહાર કરી દેશે. કારણ લાલા જગન્નાથજીથી જાણું લેશે. તે પણ ઈસારા માત્ર જણાવવામાં આવે છે કે આ વખતે સ્થાનકવાસીઓએ આખા શહેરને પોતાના પક્ષમાં કરી લીધું છે, તેમજ “જૈન તત્વાદશ” તથા “અજ્ઞાન તિમિર ભાસ્કર” આ બન્ને ગ્રંથ છેટા ઠરાવવાની ભારે કશીશ
૧ હિંદી ઉપરથી ભાષાંતર.