________________
૪૯૮
યુગવીર આચાય
પ્રસંગ અને સ્થાન
આપને વયપર્યાય, દીક્ષાપર્યાય અને જ્ઞાનપર્યાય એ ત્રણે યથે છે જ, પણ આપની ધર્મ, વિદ્યા અને સમાજસેવા પણ કાંઈ કમ નથી. એથી જ આ શુભ અવસર પર આપશ્રીને આચાય પદ પર પ્રતિષ્ઠિત કરવાના અમે સંમિલિત રૂપે નિશ્ચય કર્યો છે; કારણ કે આ પૂણ્` ઉત્તરદાયિત્વ પદને યાગ્ય આ સમયે અમને આપ જ
જણાયા છે..
આજ લગભગ ૪૦૦ વર્ષ પછી આ લાહેાર શહેરમાં ફરી મંદિર પ્રતિષ્ઠાના સુઅવસર પ્રાપ્ત થયા છે તથા આ શહેરમાં શ્રી જીનસિંહ્ અને ભાનુદ્ર ક્રમશઃ આચાય અને ઉપાધ્યાય પદવીથી વિભૂષિત થયા હતા. આવા ઐતિહાસિક સ્થાનમાં આજે અમે બધા આ બે કાર્યોં ( પ્રતિષ્ઠા અને આચાય પદ) ની પુનરાવૃત્તિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છીએ તે કાંઇ કમ હની વાત નથી.
આજ અહી માત્ર પંજાબના શ્રી સંધ નથી પણ કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડ મહાન મહાન ગૃહસ્થા ઉપસ્થિત છે. જેમાં દાનવીર શેઠ મેાતીલાલ મુળજી—મુંબઈ—રાધનપુર, શેઠ ગોવિન્દજી ખુશાલ વેરાવળ—કાર્ડયાવાડ, ધર્મપ્રિય શેઠ સુમેરમલજી સુરાણા —–બીકાનેર તથા શેટ પુંજાલાલ છગનલાલ~~અમદાવાદ આદિ ગૃહસ્થાનાં નામ વિશેષ ઉલ્લેખનીય છે.
ઉપસ્થિત છે એમ આદિના સભાવિત
અમને કહેતાં વિશેષ આનંદ થાય છે કે આ આચાય પદ પ્રદાનના શુભ આશયને મુનિ શ્રી સુમતિવિજયજી, સાધુશિરામણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી અને શાન્તમૂર્તિ મુનિપ્રવર શ્રી સવિજયજી મહારાજે પણ પેાતાની અનુમતિદ્વારા પરિપુષ્ટ કરી અમને આભારી કર્યાં છે. અતઃ અમારી આપના ચરણેામાં અત્યંત વિનીત ભાવથી પ્રાથના છે કે આપ આ આચાય પદને સુશોભિત કરા.