________________
ગુરુવિરહ
૯૯ “ના તમે એકલા-અજાણ્યા છે તે હું જાણું છું, પણ મુનિ મહારાજ શ્રી કમળવિજયજી મહારાજ અહીં ચાતુર્માસ કરવાના છે. તેમને તમને સારો સાથ મળશે. તમારી તેઓ ખૂબ સંભાળ રાખશે.”
પ્રભ ! આપ સુખેથી પધારે. અમે આપને ભાઈજીની તબિયતના ખબર વારંવાર આપીશું. અમારાથી બનતી બધી સેવાસુશ્રુષા કરીશું.” આપણા ચેરિત્રનાયકે હિંમતથી જવાબ આપે.
આચાર્યશ્રી વિહાર કરી ગયા ને અહીં ભાઈજીની તબિયત બગડી. દિલ્હી શ્રીસંઘના આગેવાને વાત સાંભળી તરત જ ઉપાશ્રયે દેડી આવ્યા. દિલ્હી તે શું પણ આખા હિંદુસ્તાનમાં પ્રસિદ્ધ એવા હકીમ મહમૂદમાંને બોલાવી લાવ્યા. હકીમજીએ બનતા બધા ઉપાયે કર્યા પણ તબિયત વિશેષ ખરાબ થતી ગઈ. આપણું ચરિત્રનાયક તો રાતદિન ગુરુસેવામાં અખંડ સેવાભાવે લીન થઈ ગયા હતા. આરામનું તે નામ નહોતું, પણ કદી કદી ગોચરી પણ ભૂલી જતા. શ્રી મેતવિજયજી અને શ્રી શુભ વિજયજી મહારાજશ્રીએ પણ ભાઈજીની ભારે સેવા કરી. દિલ્હીને સંઘે તે ગુરુવર્યની સેવાભકિત, આષધવૈદ્ય-વગેરેમાં કશી કમીના ન રાખી. પાલીમાં એક યતીના ઈલાજથી પહેલાં આરામ થયેલો. તેમને પાલીથી ખાસ તાર કરી બોલાવવામાં આવ્યા.
મહારાજશ્રી ! મેં ગુરુજીને બરાબર તપાસ્યા છે. પાલીમાં તે તેમને આરામ પણ થયો હતો. આજે તે