________________
૧૧૪
યુગવીર આચાય
શ્રી કમલવિજયજી મહારાજ સાથે આપે પણ સમ્યકત્વ સપ્તતિનું અધ્યયન શરૂ કર્યું.
અમૃતસરમાં પ્રતિષ્ઠા થવાની હતી. આચાર્યશ્રીના વરદ હસ્તે શ્રી અરનાથસ્વામીને પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો હતો. સં. ૧૯૪૭ ના વૈશાખ સુદી ૬ ને દિવસે સમારેહપૂર્વક પ્રતિષ્ઠા થઈ. આપણા ચરિત્રનાયકે આચાર્યશ્રીની સાથે પ્રતિઠાની ક્રિયાવિધિમાં રસપૂર્વક ભાગ લીધો. તેમને આમાંથી ઘણું શીખવાનું–સમજવાનું મળ્યું.
આચાર્યપ્રવરનું સં. ૧૯૪૭ નું માસુંનિર્ણય પ્રમાણે પટ્ટીમાં થયું. આપણું ચરિત્રનાયકનું પણ પાંચમું માસું પટ્ટીમાં થયું. પટ્ટીમાં આપણું ચરિત્રનાયકે પંડિતશ્રી ઉત્તમચંદ્રજીની પાસે “ચંદ્રપ્રભા ” વ્યાકરણનું અધ્યયન શરૂ કર્યું. સાથેસાથે થોડું જતિષનું જ્ઞાન પણ મેળવ્યું. અહીંથી જ્યોતિષ તરફ પ્રેમ થયે અને જ્યોતિષ વિષેને વિશેષ અભ્યાસ પણ ધીમે ધીમે કર્યો. આજે પણ જ્યોતિષ વિષેનું આપણા ચરિત્રનાયકનું જ્ઞાન બહુ ઊંચા પ્રકારનું ગણાય છે. મુનિ મહારાજશ્રી કમળવિજયજી મહારાજશ્રીના અનુગ્રહથી શ્રી આવશ્યકસૂત્રનું અધ્યયન પણ આચાર્ય મહારાજ પાસે થતું રહ્યું. - વલાદ (અમદાવાદ) નિવાસી શ્રીયુત ડાહ્યાભાઈ નવ મહિનાથી દીક્ષા માટે આવ્યા હતા. તેમને અભ્યાસ ચાલતે હતે. તે ચારિત્રને પાત્ર હતા. તેમની વારંવારની વિનતિથી તેમને સં. ૧૯૪૮ ના કારતક વદ ૫ ના દિવસે આચાર્યશ્રીએ દિક્ષા આપી નામ વિવેકવિજયજી રાખ્યું. તેમને આચાર્ય