________________
युगवीर आचार्य સથી વધારે મહત્ત્વની વાત મને ભાષાસૌષ્ઠવની લાગે છે. ઘણા લેખકા અધરી ભાષા, સંસ્કૃત શબ્દના ઉપયોગ અને લાંબા વાકયેના પ્રયાગ કરી પેાતાની વિદ્વત્તા બતાવવાના બ્યામાહમાં પડી જાય છે અને કાઈ કાઈ લેખકા તે પેાતાના લેખ ફરી વાર વાંચતી વખતે સુધારામાં અધરા શબ્દોને ખડકલો કરે છે! એમાં વિષયને મેળ મેસતા નથી, કુદરતી શબ્દપ્રયાગ થતા નથી અને લેખને પૂરા ન્યાય મળતા નથી. પણ માદી ભાષા, નાનાં વાકયેા અને તરવરાટ કરતી મધ્યમ શૈલીથી ગ્રંથરચના યાજનાપૂર્વક થાય ત્યારે ગમ્મત સાથે જ્ઞાન મળે છે, આહ્લાદ સાથે ઉચ્ચ ભૂમિકા પર ચઢવાનું પ્રાપ્ત થાય છે અને વાંચનાર બેઘડી રજૂ થતી ભૂમિકા પાતાની સન્મુખ ચિત્ર રૂપે રજુ કરી શકે છે. સફળ લેખકની આ અતિ વિશિષ્ટ પ્રસાદી ગણાય. ચાર ચાપડી ભણેલ દશ વર્ષની બાળા પણ સમજી શકે તેવી શબ્દનુ થણી જે લેખક કથાચરિત્રના ગ્રંથમાં કરી શકે, તે જ લેખકના સાચા નામને યોગ્ય ગણાય એવા મારે મત છે. આ ધનજીના પદાનું વિવેચન કર। ત્યાં ભાષાઔચિત્ય ઉચ્ચ પ્રયાગ માગી લે તે જુદી વાત છે, બાકી સાધારણ ચરિત્રગ્રંથ કે ચાલુ ઉપદેશના લેખામાં ભાષાની સરળતા, સાહજિકતા અને નમ્રતા ખાસ ઉપયાગી તત્ત્વા પૂરાં પાડે છે અને લેખકને તેના સારામાં સારા આકારમાં જણાવે છે. પારસીભાઇએ જેને ‘ જડબાતઙ' ભાષાપ્રયોગ કહી વર્ણવે છે તે યુગ તે કયારને આથમી ગયે।. મહાત્મા ગાંધીજીએ ગુજરાતી ભાષાપ્રયાગમાં જે મહાપરિવર્તન આણ્યું, તેમાં સરળ ભાવે સર્વ સમજી શકે તેવા ભાષાપ્રયાગને તેમણે પ્રાધાન્ય આપ્યું, સરળ શબ્દપ્રયાગ, ગામડાંઓ પણ સમજી શકે તેવાં નાનાં વાકયાના પ્રયાગ અને બનતા સુધી ખાસ કારણુ ન જણાય તે આકરા શબ્દપ્રયાગની ગેરહાજરીઃ મા નૂતન વમાન ગુજરાતી ભાષાપ્રવાહની વિશિષ્ટતા છે અને તે વિશિષ્ટતા લેખકે ખરાબર જાળવી છે એમ વિચારપૂર્વક વાંચનને અંગે લાગ્યા વગર રહે તેમ નથી.