________________
-
-
-
-
-
પE.
જીવન–સંદેશ
[ ૧૮ ] તલજ નદીને વિશાળ પટ પર સૂર્યનાં સોનેરી કિરણે પથરાઈ રહ્યાં છે. મંદમંદ શીતળ પવન હવામાં તાઝગી ભરી રહ્યો છે. સરિતાનાં નિર્મળ નીર ખળખળ વહી રહ્યાં છે. ગુરુ અને શિષ્ય શહેર બહાર શાંત-પ્રશાંત વાતાવરણમાં આવી પહોંચ્યા છે. ગુરુ પિતાનાં અધૂરા કાર્યની વિમાસણમાં ચિંતાતુર છે. ભવિષ્યનાં અનેક સમાજઉત્થાન અને શાસનસેવાનાં કાર્યોનું મંથન ચાલી રહ્યું છે. શિષ્ય ગુરુને પગલે પગલે શાંતચિત્તે અનુસરી રહ્યા છે.
“વલભ! કેણ જાણે શાથી મારા મનમાં ભારે મન્થન ચાલી રહ્યું છે, એટલે જ આજે હું તને અહીં સુધી લઈ આવ્યો છું. મારા હૃદયની ઊંડીઊંડી વેદનાઓ તું પચાવી લે તે મને ચિરશાંતિ મળે. મારી શક્તિઓ હવે ક્ષીણ થતી જણાય છે. શાસન અને સમાજના ભાવી માર્ગની મારી