________________
યુગવીર આચાર્ય
સં. ૧૯૯ના જેઠ સુદિ ત્રીજે મુંબઈ પધાર્યા. મુંબઈનું સ્વાગત અનુપમ હતું. જુદા જુદા મંડળોના દસ તે બેન્ડવાજા હતાં. હજારે સ્ત્રી-પુરુષ સામૈયામાં આવેલા, રસ્તાઓમાં ભારે ભીડ હતી. મુંબઈની જનતાને આનંદ ઉભરાઈ જતે હતો. પંજાબકેશરી, ગુરુદેવનું નામ રોશન કરનાર, પંજાબ-રાજપૂતાના મારવાડ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામેગામ ઉપદેશધારા વહેવરાવતા, મુંબઈને આંગણે આવી પહોંચેલા, હજારોના પ્યારા શ્રી વલ્લભવિજયજીને સન્માનવા મુંબઈ ગાંડીઘેલી થતી હતી.
લાલબાગના ઉપાશ્રયમાં પહોંચી આપે મંગલાચરણ કર્યું. મીઠી મધુરી ઓજસ્વિની હિંદી ભાષામાં જે થોડા શબ્દ તે વખતે તેમણે મુંબઈના સન્માનને માટે કહ્યા, તે સાંભળતાં જ ધન્ય ધન્ય ના અવાજે થઈ રહ્યા. વ્યાખ્યાન શૈલીથી મુંબઈની જનતા મુગ્ધ થઈ ગઈ
આજે ગુરુમહારાજની જયન્તી હતી. મુંબઈની જનતા સ્ત્રી-પુરુષો, સંઘના આગેવાને તથા યુવકે હાજર હતા. ભારે ભીડ જામી હતી. મહારાજશ્રીએ એક મનનીય વ્યાખ્યાન આપ્યું
“મહાનુભાવે વ્યાખ્યાન અથવા મહાત્માઓના ચરિત્રકથનનું મૂલ્ય ત્યારે જ થાય છે, જ્યારે મહાત્માઓને પગલે પગલે ચાલવાને પ્રયત્ન કરવામાં આવે. એક કાને સાંભળી બીજે કાને કાઢી નાખવાથી તે કઈ પણ જાતને વ્યાવહારિક લાભ નથી થતું. મહાત્માઓનાં ચરિત્ર આપણને, આપણા સાધ્યને સિદ્ધ કરવામાં બહુ જ મોટી સહાયતા કરે