________________
મુનિસમેલન
૩૧૧ મુનિ સંમેલન ત્રણ દિવસ માટે મળ્યું. પચાસ સાધુમુનિરાજે તે પ્રસંગે પધાર્યા હતા.
આ મુનિસંમેલનમાં ૨૪ પ્રસ્તાવો ઠરાવ થયા હતા. આપણા ચરિત્રનાયકે મુનિસંમેલનને ઉદ્દેશ સમજાવ્યું હતું. પ્રમુખ સ્થાનેથી આચાર્યપ્રવર શ્રી વિજયકમલસૂરીશ્વર મહારાજે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું, તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ મુનિસંમેલનનું પૂર્ણ માન મુનિશ્રી વલ્લભવિજયજીને છે. આપણા ચરિત્રનાયકે મુનિસંમેલનને સફળતાથી પાર પાડવા પણ ભારે જહેમત ઉઠાવી હતી. ઠરાવો ઘડવા, તે વિષે ચર્ચામાં ભાગ લે, મુનિરાજેને તે માટે ચર્ચા કરવા પ્રાર્થના કરવી, ઠરાવમાં સુધાર આવે તે તે પણ વિચારવા તથા આચાર્યશ્રી તથા ઉપાધ્યાયજી અને પ્રવર્તકશ્રીજીની સલાહ સૂચના પ્રમાણે વ્યવસ્થાપૂર્વક કરવા હરેક પ્રયાસ કર્યા હતા.
વડોદરાથી આચાર્યશ્રીની આજ્ઞાનુસાર સં. ૧૯૮નું ૨૬ મું ચોમાસું આપે ડાઈમાં કર્યું. અને શાસનેન્નતિના ઘણા કાર્યો કરાવ્યાં.
૧ જુઓ યુગવીર આચાર્ય ભાગ-૨