________________
યુગવીર આચાર્ય
જીવનમાં રાખતા, વારંવાર નાસી જતા ભાઈને ધમકાવી ઘસડી લાવતા, તે એવા તે ધર્મપ્રેમી બન્યા કે અડધી રાત્રે ગુરુને જગાડી દીક્ષા માટે રાજીખુશીથી રજા આપી.
જે જીવ ઉચ્ચ જીવન માટે અભિલાષ રાખે છે, જે આત્મા ઉચ્ચ આદર્શ માટે સર્જાયેલ હોય છે, જે મનુષ્ય જગતના કલ્યાણની સાધના માટે આવ્યા હોય છે તેને અનેક મુશ્કેલીઓ તે કસોટી રૂપે આવે છે, તેમાં તેની અગ્નિપરીક્ષા હોય છે. પણ તે પ્રભાવી–પુરુષ અને પિતાની સાધનામાં સફળ થાય છે. કુદરતને હિસાબ બહુજ ચેકકસ હોય છે. કર્મનાં લેખાં સર્વ સમયે અબાધિત હોય છે.