________________
અધ્યયન–અધ્યાપન
( ૧૨ )
આચાર્યશ્રીના અંતેવાસી રહેવા સર્જાયેલા મુનિશ્રી વલ્લભવિજયજી ગુરુદેવની સાથે સાથે વિહાર કરવા લાગ્યા. પ્રથમ ચાર્તુમાસ ગુરુદેવની સાથે રાધનપુરમાં થયું. છેલ્લા પાંચ વર્ષથી ગુરુમહારાજની પાસે વારંવાર રહેલા. અભ્યાસ પણ ઘણો સાર કર્યો હતે, હવે તે અભ્યાસને વધારવાની તક મળી. અભ્યાસ આગળ ચલાવ્યું. ચંદ્રિકા પૂર્વાર્ધ પૂરી કરી. પછી પં. અમીચંદ્રજી પંજાબ ગયા અને મુનિમહારાજ પણ નવીન જીવનની ક્રિયાવિધિની તાલીમમાં ગુંથાયા. અભ્યાસ થડા વખતને માટે બંધ પડે. રાધનપુરથી વિહાર કરી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી હૃદયને