________________
ગુરુવિરહ
૯૫
આચાય શ્રીની સંઘ ભૂરિભૂરિ પ્રશંસા કરવા લાગ્યું. સાત સાત દીક્ષાના ભાવિકાને દીક્ષા આપી પણ કેટલી ઉદાર ભાવના ? સાતે નવીન શિામાંથી કેાઈ ને પેાતાના નામની દીક્ષા ન આપતાં બીજા મુનિરાજોના નામની દીક્ષા આપી.
નવીન માળમુનિએ પોતાના અધ્યાપક-આપણા ચરિત્રનાયક પાસે આવ્યા અને પરમ ઉપકારી વિદ્યાગુરુને આનંદપૂર્વક વંદણા કરી.
પાલણપુરથી વિહાર કરી આચાર્યશ્રી આબૂજી તથા પચતીર્થી આદિ તીર્થોની યાત્રા કરી પાલી ( મારવાડ ) પધાર્યા. આપણા ચરિત્રનાયક પણ સાથે જ હતા.
“ વલ્લભ ! મેં સાંભળ્યું છે કે પંચતોર્થીમાં આલીમાં તમે રાત્રે લોકોને ઉપદેશ આપ્યા હતા ? ” આચાય શ્રીએ પ્રશ્ન કર્યાં.
“ સાહેબ ! માલીમાં રાત્રે કેટલાક ભાઈ એ આવી પહેોંચ્યા. આપ શ્રી વિહારથી શ્રમિત હતા એટલે મે જ એ ચાર વાતા કરી વિદાય કર્યા. ” ચરિત્રનાયકે નમ્રતાથી ખુલાસા કર્યો.
“ પણ મે તે એ પણ સાંભળ્યુ કે તે બીજે દિવસે નાડલાઇમાં વ્યાખ્યાન પણ વાંચ્યું હતું.
""
“ જી ! વ્યાખ્યાન શું ! મલિક સભળાવવા લેાકેાને આગ્રહ થયે! એટલે મારી પાસે એક ઉપદેશમાળા હતી તેમાંથી પાંચ દશ ગ્લેાકેા વાંચી તેના અથ સમજાવ્યા. એકાદ કથા કહી. ”