________________
ગુજરાતનું નૂર તે તેજ કે એક વખત વાંચે તે યાદ રહી જાય. નંબર હંમેશાં ઊંચે જ રાખે. ગણિતમાં તે ભારે તેજ, પૂરેપૂરા ગુણ મેળવે ત્યારે જંપે. અક્ષરે તે જાણે મેતીના દાણા. માનસિક વિકાસ ઠીક ઠીક સધાય ત્યાં કુદરત વિફરી. પિતાનું શિરછત્ર ઝુંટવાઈ ગયું. માતાની જવાબદારી વધી પડી. એટલું દુઃખ ઓછું હશે તેમ થોડા જ વર્ષોમાં માતાની શીળી છાંયડી પણ સરી પડી.