________________
૩૪
યુગવીર આચાર્ય ખૂબ ખૂબ સમજાવ્યા પણ તેઓ માન્યા નહિ.
મહારાજશ્રીએ જોયું કે આ કલેશ કઈ રીતે પણ શાંત થ જોઈએ. જે ગામમાં સંઘ આ હય, સાધુસાધ્વીને માટે સમુદાય હોય ત્યાં કલેશની શાંતિ ન થાય તે કેવું કહેવાય ? ક્ષણભર વિચાર કર્યો અને તુરતજ સાધુઓને કહી દીધું કે કેઈએ શહેરમાં ગોચરી ન જવું. બસ આ સમાચાર વીજળી વેગે શહેરમાં પહોંચી ગયા. શ્રીસંઘમાં હાહાકાર મચી ગયો. બન્ને પક્ષના કેને બધા સમજાવવા લાગ્યા, એટલું જ નહિ પણ તે લેક તરફ ઘણાની દ્રષ્ટિથી જોવા લાગ્યા. અનેક બહેનભાઈએ એ પણ તે દિવસે અન્નજળ ન લીધું.
પિતાના ગામમાં પંચમહાવ્રતધારી સાધુસુનિરાજે આહારપાણી વિનાના હોય તે બીજાથી અન્ન કેમ લેવાય? છેવટે બપોરના આપસ આપસમાં સમજુતી થઈ ગઈ. બન્ને તરફના લોકોએ મહારાજશ્રીની ક્ષમા માગી અને તેમનો ઉપકાર પણ માન્યું. જ્યારે સમાધાન થયું ત્યારે સાંજે બધા સાધુસાધ્વીઓ અને સંઘે આહારપાણ લીધાં. સમાજકલ્યાણ-કલેશની શાંતિ ગામના લોકોની ઉન્નતિ અને કેઈપણ રીતે સંઘ સમસ્તના અસ્પૃદય માટેની કેવી તમન્ના, કેવી ધગશ, કેવી ભાવના, અને કેવી નીડરતા? ધન્ય એ ગુરુ અને ધન્ય એ સમાજ.
દેસૂરીથી સંઘ ફાગણ વદી એકમે જીલવાડા થઈ ગઢબર, પરાલી, કેલવાડા થઈ રાજનગર પહોંચે. રાજનગર એક બહુ જ મોટું સરોવર છે. તે સરોવર બનાવવાને