________________
યુગવીર આચાર્ય પુરમાં ચાતુર્માસ કરવાને નિર્ણય કરે પડશે.
આપણા ચરિત્રનાયકના અભ્યાસ માટે આચાર્યશ્રીને ચિંતા હતી જ. તેમણે મુનિ મહારાજશ્રી વીરવિજ્યજી મહારાજશ્રીને કહ્યું કે તમે પટ્ટીમાં ચેમાસું કરે તો વલ્લભને અભ્યાસ આગળ વધી શકે. મહારાજશ્રીએ આચાર્યશ્રીની આજ્ઞા માથે ચડાવી અને તેઓએ પટ્ટી તરફ વિહાર કર્યો. પટ્ટીમાં પંડિત ઉત્તમચંદ્રજી પાસે અધ્યયન કરવાની સારી તક હતી, તે આચાર્યશ્રી સારી રીતે જાણતા હતા. વળી બીજા મુનિઓને પણ તે રીતે થોડે થોડે અભ્યાસ થશે તેમ ધારી આ વિહાર કર્યો હતે.
પણ પટ્ટી પહોંચતા જ જાણ્યું કે પં. ઉત્તમચંદજી કાર્યવશ બહાર ગયા છે અને કયારે આવશે તે નિશ્ચિત નથી. આથી શ્રી વીરવિજયજી મહારાજશ્રી અમૃતસર પધાર્યા. અહીં પંડિત કર્મચંદજીને જેગ બની ગયો અને ચંદ્રપ્રભાને પાઠ શરૂ કર્યો. મુનિ મહારાજશ્રી દાનવિજયજી મહારાજશ્રીએ પણ ચંદ્રિકાના ઉત્તરાર્ધનું અધ્યયન શરૂ કર્યું. થોડા સમય પછી વિશેષ અભ્યાસની દષ્ટિએ પં. કરમચંદજી બનારસ ચાલ્યા ગયા. અમૃતસરના શ્રીસંઘે બીજા પંડિત શ્રી બિહારીલાલની વ્યવસ્થા કરી આપી. તેમની પાસે ન્યાયમુક્તાવલીનું અધ્યયન શરુ કર્યું. તે પણ થોડા દિવસમાં પોતાને ગામ ચાલ્યા ગયા.
અભ્યાસ અધૂરો રહ્યો. આચાર્યશ્રી પાસે પણ રહેવાનું ન બન્યું. અભ્યાસ માટે તો ખૂબ તમન્ના હતી. આ ઉમરમાં જે અભ્યાસ થશે તે થશે. પછી તે ઘણીઘણું જવા