________________
યુગવીર આચાર્ય પડ્યાં. પછી તે બધી ચિંતા છેડી. મૌન ધારણ કરી ગયા. અહમ અહમને જાપ શરૂ કર્યો. જરા શાન્તિ લાગવાથી સૌને નિત્યક્રિયા માટે જવા આપણું ચરિત્રનાયકે સૂચના કરી. સાંજ તે શાન્તિથી પસાર થઈ ગઈ. આજની રાત્રિ પસાર થઈ જાય તે બસ એમ બધાને લાગ્યું. રાત્રે આચાર્ય શ્રીએ પણ બધા મુનિરાજે સાથે પ્રતિક્રમણ કર્યું. તે વખતે તે એમજ લાગ્યું કે ગુરુદેવને તો જાણે કાંઈ જ નથી. સંથારા પિરસી થઈ અને આરામ માટે બધા સો સોને સ્થાને ગયા. આપણા ચરિત્રનાયક તે ગુરુદેવની પાસે જ હતા.
ઘડિયાળમાં બારના ટકોરા થયા. આચાર્યશ્રી ઉઠતા જણાયા. તરત જ આપણું ચરિત્રનાયક જાગી ઊઠયા. ગુરુદેવને Úડિલ જવું હતું. જઈ આવ્યા અને સંથારા પર બેસી વળી પાછા અર્હમ્ અહંમને જાપ શરુ કર્યો.
પ્રભો ! અત્યારે કેમ જણાય છે! જરૂર હોય તે બીજા સાધુ મુનિરાજોને પણ જગાડું.” આપણા ચરિત્રનાયક બોલ્યા.
પણ કેશુ જવાબ આપે. શ્વાસનું જોર વધવા લાગ્યું. પિતે ગભરાયા. બધા સાધુ મુનિરાજને ઉઠાડયા અને પાસેના શ્રાવકોને ખબર પડતાં બધા દોડી આવ્યા. અહમ અહંમ શબ્દ માત્ર નીકળતો હતો. શ્વાસ તે ઘુંટાતું હતું. બોલી શકાય તેમ હતું નહિ. આપણા ચરિત્રનાયક પાસે જ બેઠા હતા. તેમને પિતાની નજદિક લીધા. શરીરે હાથ ફેર
પ્રેમપૂર્વક શિર પર હાથ મૂકી આન્તરિક આશીર્વાદની વૃષ્ટિ કરી. આપણા ચરિત્રનાયક ધન્ય ધન્ય થઈ ગયા.