________________
૪૩૮
યુગવીર આચાર્ય આનંદજનક સમાગમથી તે બધું નીકળી ગયું.”
બહુ આનંદની વાત છે. આપ તે જાણે છે કે સાંભળવામાં અને જોવામાં બહુ જ અંતર હોય છે. સાંભળવામાં બીજાના વિશ્વાસ પર આધાર રાખ પડે છે. જોવામાં પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમ આપની શંકા દૂર થઈ તેમ આપને માટે મારી શંકા પણ દૂર થઈ ગઈ. તે માટે હું તો ઈચ્છું છું અને આપને આગ્રહ કરું છું કે જે રીતે બની શકે તે રીતે એક વખત સર્વ સાધુઓનું સંમેલન મેળવે. પરસ્પર મળવાથી આંખોમાં શરમ આવે છે. અમી ટપકે છે અને હૃદયનાં ઝેરની લહેર શાંત પડી જાય છે. આપ તે માટે સમર્થ છે. જે આપ જેવા સમર્થ પ્રતિષ્ઠિત મહાત્મા મળીને શાસનસુધાર કરવા ઈચ્છે તે તે આપને માટે શકય છે.” આપણા ચરિત્રનાયકે પોતાના હૃદયની વાત કહી અને સાધુસંમેલનને માટે સૂચના કરી.
વલ્લભવિજયજી! તમારું કહેવું સત્ય છે. પરસ્પર મળવાથી ઘણે લાભ થાય છે. જેને પ્રત્યક્ષ અનુભવ તમે અને હું કરી રહ્યા છીએ. હું પણ ઈચ્છું છું કે સાધુસંમેલન અવશ્ય થવું જોઈએ. પણ નાનામેટા અને વન્દનની પંચાત ભારે મુશ્કેલ છે. ત્યાં બધાની અકકલ મારી જાય છે.” આચાર્યશ્રીએ મુશ્કેલી બતાવી.
“મહારાજ ! શું એટલી પણ ઉદારતા ત્યાગી-સાધુ મહાત્માઓથી નથી થઈ શકતી? અરે ! દુનિયા આખીની નાદ્ધિને લાત મારવાવાળા, પિતાને નિગ્રન્થ-મહામુનિક્ષમાશ્રમણ–યતિ–સાધુ-મહારાજ કહેવરાવવાવાળા એટલી