________________ જેન એટલે જીતનાર જીતના મેદાનને મહા સૈનિક એટલે જૈન મુનિ. જગતના સામાન્ય સૈનિકને દુશ્મનો સામે લડવાનું હોય છે, જ્યારે આ સૈનિકને મુખ્યત્વે અદૃશ્ય રિપુઓ સામે ઝુંઝવાનું હોય છે. પેલાને હાથ ચડવાં હથિયારથી લડવાનું હોય છે, જ્યારે આ મહામુનિને બલ, વીર્ય ને અપ્રમાદ સિવાય કોઇ શસ્ત્રો ખપતાં નથી.. સા માન્ય સૈનિકની ડાઇને વિશ્રાન્તિ હોય છે. આ મહાસેનાનીને અવિશ્રાન્ત લડત લડવાની હોય છે. એકને શત્રુને હણવે એ જ માટે ધર્મ છે, બીજાને શત્રુ કરતાં એની શત્રુતાને હણવી પરમ ધર્મ છે. એકના પરાજય એટલે સર્વનાશ ને જય એટલે નવી જહાંગીરી. શાન્તિના આ મહાસુભટને પરાજયમાં પણ વિજય છે, ને વિજયમાં શત્રુ મિત્રનો મહાવૈભવ છે. 09ત બંનેનું લક્ષ છે. પણ એકના દિલમાં પ્રતિહિંસા ને બીજાના દિલમાં ચિરંતન શાન્તિ છે. એટલે જ કહ્યું છે કે જીતે તે જેન અને જૈનમુનિ એટલે સ્વ-પર કલ્યાણાર્થે કુરબાનીને માર્ગે આગળ ધપતા મહાસૈનિક. જય ભ »'મુ KUMAR PRINTERY, AHMEDABAD