________________
શ્રી સિદ્ધાચળના સધ
૨૦૧
હતી તે આજ જૈન સંઘના આકાશમાં સૂર્યની જેમ ચમકી રહ્યા છે; જે મહાન આત્માની તેમણે આશા કરી હતી કે તે જૈન ધર્મની જયપતાકા ફરકાવશે તે આત્માએ તેની આ અભિલાષા પૂર્ણ કરી છે; જે મહાન આત્માને યૌવનના ઉષ:કાળમાં, વાસનાઓથી પરિપુર્ણ પ્રભાતમાં સંયમરૂપી અમૂલ્ય રત્ન આપી હજારા પ્રલેાભનામાં છેાડી દીધા હતા તે બાવીસ બાવીસ વર્ષ પછી એક વિજયી વીરની માફક ચમ રત્નને ઉજ્જવળ કરી પેાતાની દીક્ષાભૂમિમાં ફી પગ કર્યા છે. આ પ્રસંગે રાધનપુરના બચ્ચા બચ્ચાને આનંદ ઉત્સાહ અવર્ણનીય હતા. ઘેરેઘેર તેારણ બંધાયાં, બજારે બજારે શણગાર શે।ભી રહ્યા. સંઘમાં આનંદ આનંદ છાઈ રા.
સંઘ માટેની તૈયારી શ્રી મેતીલાલભાઈ એ કરી રાખી હતી. ગાંમેગામ નિમત્રા મેકલ્યાં હતાં. આસપાસના ગામાના ભાઇબહેનને મન આ અમૂલ્ય લ્હાવા હતા. શ્રીસઘમાં જવાના અને સિદ્ધાચળજીને ભેટવાના આ અમૂલે અવસર ચૂકવા જેવા નહોતા. સેકડા ભાઈબહેના સંધમાં જવા માટે હમેશાં આવી રહ્યાં હતાં.
સંવત ૧૯૬૬ ના માગશર સુદી ત્રીજને દિવસે સ ઘે માંગળપ્રયાણ કર્યું. પહેલું મુકામ શ્રી શ ંખેશ્વર આવી પહોંચ્યા અહીં ત્રણ દિવસ પૂજા-પ્રભાવના થઈ. અહીંથી રવાના થઈ સબ્ર દસાડા થઈ માંડલ પહેાંચ્યા. માંડલના શ્રીસ શ્વે સ્વાગત કર્યું, તથા સંઘપતિ શેઠ મેતીલાલ મુળજીને એક માનપત્ર આપ્યું. જ્યાંસુધી સંઘ માંડલ રહ્યો ત્યાંસુધી મહા