________________
૩૦૭,
મુનિસમેલન છું કે આપ મહાત્મા મારી મૂર્ખતાને ખ્યાલ ન કરતાં તત્ત્વદૃષ્ટિથી વિચારશે.
શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદ સૂરિ ગુરુ જે આપણું પરમ ઉપકારી હતા અને જેઓશ્રીના ઉપકારનો બદલ જન્મોજન્મમાં પણ વાળી શકાય તેમ નથી. સગુના ઋણને તે અન્ત જ ન આવી શકે. એ પરોપકારી મહાત્માના સ્વર્ગારોહણ પછી આજ પર્યત કઈ એવો સમય નથી મળ્યું કે આપણે બધા એક જ સ્થાને મળી શકીએ. પણ હવે શાસનદેવ તથા ગુરુમહારાજની કૃપાથી તેવો સમય નિકટ આવ્યો દેખાય છે. એથી દિલ ચાહે છે કે, શ્રી ગુરુમહારાજના બધા સાધુઓનું કોઈ પણ જગ્યાએ એકત્ર થવું અત્યંત આવશ્યક અને અપૂર્વ લાભદાયક થશે. જે મહાત્માઓના સુદર્શનને લાભ આ મુનિચરણોના દાસને નથી મળ્યો તે પ્રાપ્ત થાય અને પરસ્પર આનંદ થાય. તેમાં તો શક છે જ નહિ કે તમે અને હું આનંદગુરુના સન્તાને છીએ ત્યાં નિરાનંદને અવકાશ છે જ નહિ; તથાપિ આજકાલના સમયાનુસાર એકત્ર સમેલનથી અત્યાનંદ પ્રાપ્તિ સંભવિત છે.
શાસનદેવની કૃપાથી અને શ્રી સશુરૂમહારાજની કૃપાથી આજકાલના સમયાનુસાર જેટલો સમુદાય અને સંપ તથા જ્ઞાનક્રિયાદિ ગુણ શ્રી ગુરુમહારાજના પરિવારના લોકોના મુખે સંભળાય છે તેટલો બીજાને નથી સંભળાતો. તો પછી એકત્ર સમેલનથી શ્રી ગુરુમહારાજની અવર્ણનીય મહિમાની વૃદ્ધિ અને લોકેના ભાવોની વૃદ્ધિ થશે જ થશે.
આપના એકત્ર થવાથી અન્ય પરિવાર પણ આપનું અનુકરણ કરશે, તે પણ એક ગુરુમહારાજશ્રીના નામનો જયજયકાર થશે. આ બધા લાભોને વિચાર કરી આ પ્રાર્થનાપત્ર જાપની સેવામાં મેકલું છું. આશા કરવામાં આવે છે કે આપ આ યોજના માન્ય રાખશો. એજ.