________________
ગોડવાડમાં પ્રચારકાય વર્ષથી આપસમાં અબોલા હતા. મહારાજશ્રીના પ્રયત્નથી અને ઉપદેશથી એ ભાઈઓએ મનદુઃખ ત્યાગીને સુમેળ સાધી લીધે. ધૂલચંદજી કાંકરીયાએ પોતાની પચીસ હજારની કીમતની હવેલી પાઠશાળા માટે આપી અને પોતાની વીમાની પોલીસી જે પાંચ હજારની હતી તે પાઠશાળાના નિર્વાહ માટે આપી. અહીંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ ઉપદેશામૃતનું પાન કરાવતા સં. ૧૯૭૭ ના ચૈત્ર સુદ ૯ ના દિવસે બીકાનેરમાં ધૂમધામપૂર્વક નગરપ્રવેશ કર્યો. અઢી હજાર સ્ત્રીપુરુષ આપશ્રીના સામૈયામાં હતા. ચોરાસીગચ્છના ઉપાશ્રયમાં સ્થિરતા કરી. અહીં આપે ભગવતી સૂત્રની વાચના શરૂ કરી. ભગવતીસૂત્ર પણ એવી સરસ રીતે આપ સમજાવતા હતા કે હંમેશા લગભગ દોઢહજાર સ્ત્રીપુરુષે વ્યાખ્યાનમાં આવતાં હતાં.
સ્વામીજી! તે આપને સુધાસમાન ઉપદેશ સાંભળી મુગ્ધ થયો છું.” મંગળચંદ ભાદાણી નામના એક બ્રાહ્મણે આવી મહારાજશ્રીને નમસ્કાર કર્યા.
“જેન ધર્મના સિદ્ધાંતે સર્વમાન્ય છે. જૈન ધર્મને આચાર પવિત્ર જીવનની દષ્ટિએ રચાયેલ છે. આત્મશુદ્ધિને માર્ગ સરળ કરવાના અમારા પૂર્વજોના પ્રયત્ન આ આચારમાં સ્પષ્ટ દેખાય છે. તમે તે અમારા પડોશી છે. તે તમને તો લાભ થ જ જોઈએ.” આપણા ચરિત્રનાયકે જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યું.
સાહેબ! હું બ્રાહ્મણ છું. બે પૈસા પાસે પણ છે.