________________
૨૪૭
દુષ્કર પરિસહ તે પંજાબ પહોંચી શી રીતે શકશે ! થોડા દિવસ આરામ કર, બે પાંચ દિવસમાં કાંઈ મેડું નથી થતું. કૃપા કરે ગુદેવ !” રસ્તાના ગામોના લોકો વારંવાર પ્રાર્થના કરતા.
ભાઈ! શરીરને ધર્મ શરીરને પાળવાને, આત્માને ધમ આત્માને પાળવાને, મારો ધર્મ માટે પાળવાને, હું શી રીત આરામ કરું? પાંખે નથી નહિ તે ઉડીને પહોંચવાની તમન્ના છે. જ્યારે ગુરુદેવને બગીચો ઉજડી રહ્યા છે, ત્યારે મારે વળી આરામ શા ને સ્થિરતા શી? કરેંગે કે મરે ! એક જ દયેય છે. અને આમ કરતાં આ દેહનું બલિદાન આપવું પડશે તે તે મારું જીવન જ ધન્ય બની જશે. ગુરુદેવના નામને માટે આ દેડની શી પરવા છે! મને આરામ એજ દિવસે મળશે જ્યારે હું ગુજરાવાલાની બજારમાં પહોંચી ગુરુદેવનું વચન સિદ્ધ કરી ધર્મધ્વજની પતાકા લહેરાતી દેખીશ.
લો કે તે આ વચન સાંભળી ભક્તિભાવથી નમી પડતાં-– મહાત્માને ચરણસ્પર્શ કરી સાથુનયને વિભૂતિને જોઈ રહેતા અને મૌન થઈ જતા.
અમૃતસર તે પહોંચી ગયા. ૩૭૫ માઈલનું અંતર ઝપાટામાં કાપી કાઢયું. ગુજરાવાલા તે સામું જ દેખાતું હતું. હવે તે પહોંચ્યા જ.
“કૃપાળુ ! હવે તે આપ નજદિક છે. સેહનવિજયજીની આંખે આવી છે. તેમને દેખાતું નથી. આપના પગ પણ હવે થોડી સારવાર માગે છે. અમારી વિનંતિ સાંભળે ને વધારે નહિ ત્રણેક દિવસ સ્થિરતા કરે.” લાલા