________________
ગુરુ-સંદેશ
[સતલજને તીરે] સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંસ્કારિતા, ધર્મપ્રેમ અને સમૃદ્ધિની મારા પર સારી છાપ પડી છે. વીરભૂમિ પંજાબનાં પ્રેમ, સરળતાતથા અનન્યગુરુભક્તિ પણ કેમ ભૂલાય ? એ પ્રદેશેા દ્વારા જૈન સમાજનું કલ્યાણ સાધી શકાય એમ મને સમજાય છે, ક્રાન્તિ અને શાન્તિ એ મંત્ર જો સમાજ ખરાખર ઝીલે તેા ભવિષ્યના જગતમાં જૈનશાસનની અહિંસા ને સત્યના ભારી વિજય થાય.
[અંતિમ ક્ષણે]
આરું કાર્યક્ષેત્ર તે હવે પૂરું થયું છે. આ ખાળિયું તે જૂનું થયું છે. બિચારું હવે કેટલું ચાલે? હું ચિરશાન્તિ ઝંખી રહ્યો છું. વલ્લભ, તું હિંમત રાખજે. મારી પાટ તને સોંપું છું. પંજાબની રક્ષા એ જ મારી અંતિમ કામના,
શ્રી આત્મારામજી