________________
જનતાને પ્રેમ
“સરદારજી! તમારી વાત સાચી છે. અહીં ઘણે વખત રહ્યા, તમારા રોટલા તો ઘણા દિવસ ખાધા. હવે બીજે જઈએ, સાધુ તે ફરતા ભલા.”
સાહેબ ! તે નહિ બને. મને ને મારા કુટુંબને તે આપે ખરેખર તાર્યું છે. આપની અમૃતવાણી તે હજી અંતરમાં ગુંજે છે. હજી તે તૃષા છીપી નથી. અમે તે આપને નહિ જવા દઈએ.”
“ જુઓ ! સરદારજી! તમારો પ્રેમ તે સ્વાથી ગણાય. બીજાને પણ વિચાર ખરોને !
આપને કયાં અમે હંમેશ માટે રેકીએ છીએ પણ મહિને દિવસ તો નહિ જ જવા દઈએ.”
કર્તારસિંહજી! તમે બાબાજીને પૂછો. હું તે તેમને આજ્ઞાપાલક છું.”
બાબાજી! શું કહે છે? અમે તે આપને અહીંથી નથી જવા દેવાના.”
ભાઈ! અમે જરૂર રહેત. તમારા આગ્રહની કીંમત અમે સમજીએ છીએ, પણ રાવલપીંડી જવાની તાકીદ છે.”
“બાબાજી! એ નહિ બને. અમે તે બચ્ચાં-છોકરાં બધા બેઠા છીએ આપને દ્વારે અને આ ટપાલની થેલી પણ બંધ જ પડી છે.”
સરદારજી! એવી હઠ ન હોય. બાળકો ભૂખ્યાં છે અને તમારું ટપાલનું કામ પણ પડયું રહે તે ઠીક નહિ માટે તમે ખુશીથી જવા દે. ચાલે, એમ કરે અમે બે
૧૧