________________
ગુરુવિરહ નહિ હોય, જેમને શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીએ સૂત્રોનું અધ્યયન ન કરાવ્યું હેય.
વળી અહીં મહારાજશ્રીએ ચંદ્રિકા પણ સમાપ્ત કરી લીધી. અમરકેશ પણ છેડેક કંઠસ્થ કર્યો. પાલીના ઉપાશ્રયમાં એક જ્યોતિષી હતા, તેમની પાસેથી જ્યોતિષવિદ્યા પણ ડીઘણી શીખ્યા.
ચાતુર્માસ પૂર્ણ થયે અહીંથી વિહાર કરી અજમેર આવ્યા. આચાર્યશ્રી પણ જોધપુરથી અજમેર પધાર્યા. અજમેરમાં આચાર્યશ્રીની સાથે સેળ મુનિમહારાજે હતા. અજમેરના સંઘ હર્ષ માટે નહોતે.
શ્રી સંઘે આચાર્યશ્રીનું ખૂબ સન્માન કર્યું. સમવસરણની રચના કરાવી અને અઠ્ઠાઈ મહત્સવ કર્યો. અહીંથી વિહાર કરી જયપુર આવી પહોંચ્યા. જયપુરમાં શ્રી હર્ષવિજયજી મહારાજશ્રીની તબિયત ફરી ખરાબ થઈ ગઈ તેથી મહારાજશ્રી ગુરુજીની સેવામાં રહ્યા અને આચાર્ય શ્રીએ દિલ્હી તરફ વિહાર કર્યો. અહીં ગુરુવર્યની સેવામાં આપણા ચરિત્રનાયક તેમજ મુનિ મહારાજ શ્રી શુભવિજયજી તથા શ્રી મેતીવિજયજી મહારાજશ્રી હતા. જરા તબિયત સારી થઈ એટલે ધીમે ધીમે વિહાર શરૂ કર્યો અને આચાર્યશ્રીને દિલ્હી આવી મજા.
ભાઈ ! હવે કેમ જણાય છે?” આચાર્ય શ્રીએ શ્રી હર્ષવિજયજી મહારાજની પાસે જઈ પૂછ્યું.
કેણ ! ગુરુદેવ ! આપે કેમ કણ લીધું ? મને