________________
શ્રી સિદ્ધાચલજીને સંઘ
ર૭૭ ધર્મલાભ! સ્ટેશનેથી સીધા અહીં આવે છે કે શું?” મહારાજશ્રીએ તેઓને વહેલા આવેલા જોઈને પ્રશ્ન કર્યો.
સાહેબ! આપના દર્શને આવ્યા તે પહેલું કામ તે એજ કરવુંને? હજી ચાલે આવું છું.”
હવે સુખેથી અવસર જુઓ પરવારીને આવશે, શાંતિથી ધર્મચર્ચા કરીશું.” મહારાજશ્રીએ સૂચના કરી.
સાહેબ! ઘણા વર્ષે આપનાં દર્શન થયાં. યાદ આવે છે આપણે સાથે જ ગુરુમહારાજ શ્રી હર્ષવિજયજીની પાસે અભ્યાસ કરતા હતા.” મેંતીલાલશેઠે નાનપણની વાત કરી.
“મોતીલાલભાઈ! તે દિવસે તે કાંઈ ભૂલ્યા ભૂલાય છે. આપણે તે એક ગુરુના બે શિ.”
હું આપને વિનતિ કરવા આવ્યો છું.”
મોતીલાલભાઈ! તમારે પ્રેમભાવ હું સમજું છું પણ મારે વિચાર સિદ્ધાચલ જલદી પહોંચવાને છે પછી રાધનપુર તે આવશું જ. તમે ક્યાં છેડે એમ છે?” મહારાજશ્રીએ પિતાને ઈરાદે સ્પષ્ટ કર્યો.
પણ મારી ભાવના શ્રી સિદ્ધાચળજીને સંઘ કાઢવાની થઈ છે. આપશ્રી તેમાં પધારો તેમ મારી ઈચ્છા છે. અને આપને તે સિદ્ધાચળજી જવું છેજ તે તે પછી “એક પંથ અને દો કાજ” આપ મારી વિનતિ સ્વીકારો અને