________________
ધર્મ પ્રચારકને પુકાર
પાલણપુરથી તારંગાઇ, કુંભારીયાજી, આબુ, અચલગઢ બામણવાડા, થઈ પીંડવાડા પધાર્યા. પીંડવાડામાં કેટલાક વર્ષોથી શ્રાવકોમાં આપસ આપસમાં કલેશ ચાલતું હતું, મહારાજશ્રીએ તે જાણ્યું અને આગેવાનોને બેલાવી તે વિષે ચર્ચા કરી. વરસેનું મને માલિન્ય આપના ઉપદેશરૂપી અમૃતજળથી ધોવાઈ ગયું. અહીંથી નાણાબેડાને રસ્તે થઈ રાતા મહાવીરની અપૂર્વ યાત્રા કરવા માટે નિર્ણય કર્યો.