________________
મહાન ત્યાગ
૧૯૧
વાહ! કે મહાન ત્યાગ ! ધન-દોલત, પુત્ર કલત્ર અને ગૃહસ્થાશ્રમને ત્યાગ કરે તે સરલ વાત છે, પણ માન-પ્રતિષ્ઠાને ત્યાગ કરે એ મહાન દુષ્કર છે. તેમાં વળી આચાર્ય પદવી જેવી મહાન પદવી જે વિરલાઓને જ મળે છે તેને ત્યાગ કરે છે તે એક અદ્ભુત વાત ગણાય. વળી જ્યારે શ્રીસંઘ પંજાબ અને અનેક મુનિ મહારાજેની ઈચ્છા ને આગ્રહ છતાં માત્ર ગુરુદેવના સંઘાડાની એકતા માટે એક પદવીને ત્યાગ કરે તે મહાન ત્યાગ છે.
એ ભાવના, એ ત્યાગ, એ આત્મા અને એ જીવન દેવને દુર્લભ હોય છે. આપણું ચરિત્રનાયકના તેજોમય પવિત્ર પુણ્યાત્માને એ પ્રતાપ.