________________
૧૪૨
યુગવીર આચાય
માટે ઘણું ઘણું કરી શકાય. ચારિત્ર અને શાસનના ઉદ્યોત એ બે વસ્તુ નજર સામે રહેવાં ઘટે. ભવિષ્યના સાધુ મહાન વિચારક, નવયુગપ્રવ`ક, દ્રષ્ટા અને સાધક હશે. એક વીરચંદ જેવા અનેક વીરચ'દ પેદા કરવા પડશે. ”
ઃ
(6
‘ગુરુદેવ ! આપની વેધક દ્રષ્ટિની આ જ પ્રીતિ થઈ. પણ આ બધા માટે કરોડો રૂપિયા જોઈ એ તેનું શું ?” વાહ રે વાહ ? તું શું કહે છે આ? જે જૈનસમાજમાં જગડું, ભામાશાહ, વિમળમત્રી, વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ અને મેાતીશા જેવા અનેક ભાગ્યશાળી સ્થભાએ કરોડોના દાનના અમર વારસો આપ્યા છે, તેના જ પુત્ર શાણા વિણક પેાતાનાં બાળકા, બાળાઓ, અહંને, સ્વધસીભાઈ આ, વહાલાં મિશ, જ્ઞાનભડારા, પૂજ્ય સાધુસંસ્થા, પ્રિયસિદ્ધાંત અને મહાન અહિંસાધમ માટે પૈસા આપતાં વિલંબ કરશે ખરા કે ? ભાઈ! તું ભ્રમણા ન સેવ, સમાજના, ધર્મના કલ્યાણ માટે ઘરેણાંને વરસાદ વરસશે. જૈન તે શું જૈનેતરા, લાખા આપશે. પશ્ચિમના વિદ્વાન સાહિત્ય લખશે. જૈન તીર્થો તા હજારોને મુગ્ધ કરશે. જૈન સિદ્ધાંતે જગતના ઉત્થાનમાં—જગતની શાંતિમાં વિજયી થશે. ’”
64
પરમપૂજ્ય ગુરુદેવ ! આપની અમૃતવાણીથી મારી તૃષા બૂઝાતી નથી. એ અમૃતવાણીની વર્ષાં થયા કરે!—હું તૃપ્ત થાઉં ત્યાં સુધી.”
આકાશમાં મેઘ દેખાયા—અમૃત વર્ષાના ખિદુએ ટપકવા લાગ્યા. ગુરુશિષ્ય વિચારની લહેરોમાં લહેરાતા, રાહ જોતા શિષ્યગણ તરફ વિદાય થયા.