________________
૫૧છે.
યુગવીર આચાય
ભાઈઓ રહ્યા. તેઓ જોઈ શક્યા કે ઉત્સવની પૂર્ણાહુતિમાં મંગળવાર મંગળમય બની ગયે.
આજે પણ લોકોની ભારે મેદની જામી હતી. મંડપમાં તે જગ્યા ખાલી નહતી પણ મંડપની બહાર પણ ઘણા માણસે એ મહાપુરુષની વાણી સાંભળવા અને ભજનમંડળીઓનાં મધુરાં ભજનો સાંભળવા બેઠાં હતાં.
આચાર્યશ્રી પધાર્યા અને જયનાદેથી મંડપ ગાજી ઊઠ. ભજનમંડળીઓએ ભજન શરૂ કર્યા અને શ્રેતાઓનાં મનોરંજન કર્યા. આચાર્યશ્રીએ મંગલાચરણ કરી શ્રેતાએને સુધામય ઉપદેશ આપ્યો.
“મહાનુભાવે, આજ તે તમે દાનવીર શેઠ મોતીલાલ મુળજીના આગ્રહથી રોકાયા છે તે પણ આનંદની વાત છે. શેઠ મોતીલાલજી મારા પરમમિત્ર હતા. તેમના જ શહેરમાં મેં દીક્ષા લીધી હતી તે વખતે પણ તેઓને પ્રયાસ ભારે હતું. આજે જ્યારે આચાર્યપદને ઉત્સવ હતું ત્યારે પણ તેમની હાજરી આનંદપ્રદ છે.
“પંજાબીભાઈઓ, મારે તમને એક વાત એ કહેવાની છે કે તમે જે પદ આપી મને તમારો નાયક માન્ય છે; તેની ભાવનાઓ, મહત્ત્વાકાંક્ષાઓ, શક્તિ અને સામર્થ્ય પણ તમે સમજી લેશે. હું તે પંજાબને વર્યો છું. પંજાબની ઉન્નતિ–-પંજાબની બહેતરી––પંજાબની રક્ષા અને પંજાબની જાગૃતિ એ મારો જીવનમંત્ર રહેશે પણ જેનશાસનના કલ્યાણની જવાબદારી પણ મારી છે. ઉપરાંત