________________
મંગળ આશીર્વાદ
૫૧૫ પણ સાહેબ! કાલે તે મને જ પ્રમુખસ્થાન આપ્યું. હું પંજાબી સમજું નહિ પણ ભજનમંડળીઓનાં ભજને તે બહુ જ આકર્ષક હતાં. ખાસ કરીને એશિયા સ્કૂલના વિદ્યાથીઓના સંવાદો બહુ સુંદર હતા. પંડિત હંસરાજજી શાસ્ત્રી પણ બહુ વિદ્વાન છે. તેમનું ભાષણ પણ બહુ જ મહત્ત્વનું હતું.”તીલાલ શેઠે ત્રિને કાર્યક્રમ સંભળાવ્યું.
અમારા પંજાબમાં ભકિત છે, વીરતા પણ છે, બુદ્ધિ -શકિત પણ છે, શાય પણ છે, પણ તમારા ગૂજરાત-મુંબઈની જેમ પિસાની રેલમછેલ નથી. આ ભાઈઓ જે શ્રીમંત હેત તે કદાચ બે યુનીવર્સીટીઓ ઊભી કરત.”
સાહેબ ! આપની વાત તદ્દન સાચી છે. એ દિવસે પણ આવશે. આપ જેવા પ્રભાવિક ગુરુવર્ય તેમના રાહબર છે તે થોડા જ વષ માં પંજાબની ઉન્નતિ પણ થશે. કપાળુ ! આજ સ્વામીવાત્સલ્ય મારા તરફથી છે, માટે કેઈ જવા ન પામે.”દાનવીર શેઠ મેતીલાલજીએ પોતાની ભાવના દર્શાવી.
શેઠજી ! આજ તે બધા જવા ઈચ્છતા હતા, પણ તમે મને કહેલું તેથી તે વાત મેં જાહેર કરી દીધી છે, અને આજને થડે કાર્યક્રમ પણ છે. ધન્ય છે તમારી ઉદારતાને.”
આજ ઉત્સવને છેલ્લે દિવસ હતે. એક તો આજે મંગળવાર હતો તેમાં શેઠ મોતીલાલ મુળજીના આગ્રહને માન આપી તેમના સાધમિવાત્સલ્યમાં ભાગ લેવા તથા આચાર્ય મહારાજને અમૃતમય ઉપદેશ સાંભળવા બધા