Book Title: Yugveer Acharya Vijayvallabhsuriji
Author(s): Fulchand Harichand Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 561
________________ મંગળ આશીર્વાદ પ૧૩ તમે તેમાંથી સાર ગ્રહણ કરશે, તથાપિ મારા લખાણથી કઈ પણ પ્રકારની અપ્રીતિ થવાનું કારણ બને છે તે બાબત મિચ્છામિ દુક્કડ દેતે હું મારા પત્રને સમાપ્ત કરું છું. હું છું તમારે શુભચિન્તક જામનગર-કાઠિવાડ. મુનિ કાન્તિવિજય કે અદ્ભુત પત્ર! શબ્દેશબ્દ અમી ઝરે છે. આ પણું ચરિત્રનાયક માટે કે અજબ પ્રેમ–કેવી ભાવના કેવી ઊર્મિ અને કે આનંદ. છતાં પટ્ટધરની જવાબદારીનું કેવું ભાન કરાવે છે એ ઉદાર આત્મા? જૈનશાસનની કુસં૫ દશાની કેવી વ્યથા તેમના હૃદયમાં ભડભડે છે? સાધુવૃદ્ધિ અને ધર્મવૃદ્ધિને માટે શું શું થઈ શકે? બધા મળીને કાર્ય કરે તે જગતને પણ ડોલાવે; તેવું કેવું ન સત્ય ઉચ્ચારે છે એ વૃદ્ધ? સાધુ–મુનિરાજોનું કર્તવ્ય શું છે? શા માટે દીક્ષા છે? સમાજની ઉન્નતિ શામાં છે? સમતા એજ મહાન ગુણ છે અને જૈન સાધુનું સ્થાન જગતમાં કેવું ઉચ્ચ છે તે આ પત્રમાં શબ્દેશબ્દ વાંચી શકાય છે. કેધ અને કષાય કેવાં કેવાં પરિણામો લાવે છે, તેનાથી શાસનની શું હેલના થાય છે ? તથા તાજને ને શ્રાવકે પર તેની કેવી અસર પડે છે તેને તાદ્રશ ચિતાર આ શબ્દમાં મળી આવે છે. ક્ષમાપના એ કેવી અજબ વસ્તુ છે તે આ શ્રદ્ધેયજ્ઞાની આપણને સમજાવે છે. જૈન સમાજની–સાધુસમાજની ૩૩

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570