________________
મંગળ આશીવાદ
૫૧૧ શાસનની શોભા તથા ઉન્નતિમાં એ વૃદ્ધિ ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે છે.
ગૃહસ્થ લેકે આપસમાં મળતી વખતે પોતાને જૂનામાં જૂનો વેર-વિરેાધ છેડીને બહુ જ પ્રેમભાવથી મળે છે, અને વાર્તાલાપ કરે છે. આપણે તે સાધુ કહેવાઈએ છીએ અને પાછા વીતરાગદેવના શાસનના અનુયાયી છીએ. આપણામાં સમતાગુણની અધિક્તા જોઈને જ અન્ય ગૃહસ્થ લોક ધર્મમાં પ્રવૃત્ત થઈ શકે. એટલા જ માટે વીતરાગદેવના અનુયાયી સાધુવર્ગમાં સમતા ગુણ જેટલો અધિક હોય તેટલું સારું છે, તેમાંજ શાસનની શોભા છે. જે જિનશાસનરસિક મુનિરાજેમાં સમતાગુણનો અભાવ હોય તો લોકોની તેમના પ્રત્યે હલકી નજર રહેશે, લોકે તેમને તુચ્છ દ્રષ્ટિથી જોશે, એવી દશામાં ઉપરોક્ત સંખ્યાવૃદ્ધિ અને સાધુતા શાસનની શેભાને બદલે શાસનને કલંક રૂપ ગણાશે. એથી મુનિજનને સમતા ગુણ જ વિશેષ રીતે શાસનની શોભા છે.
આપ ગુરુમહારાજની સેવાભક્તિમાં નિરંતર રહ્યા છે, પંજાબમાં મહારાજ સાહેબ રૂપી સૂર્યને અસ્ત થયા પછી તે ક્ષેત્રોમાં તમારા હાથે અનેક પ્રભાવ જનક શુભ કાર્યો થયાં છે તથા નિરન્તર ભ્રમણ કરીને ઘણી ઉન્નતિ કરી છે. તેનાથી આકર્ષિત થઈને શ્રી સંઘે આપને ગુમહારાજના પટ પર અભિષિત કર્યા તે ખુશીની વાત છે. હવે ભવિષ્યમાં તમારી દ્વારા અધિકાધિક ધર્મકાર્ય થાય અને શાસનની શેભામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તથા અન્ય મુનિરાજ પણ તેનું અનુસરણ કરે તો તેની શોભા પણ આપને જ છે.
વિશેષમાં હું યાદ આપું છું કે, ૧૦૦૮ શ્રી સ્વર્ગવાસી ગુરુમહારાજ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી તથા ગુરુજી મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મવિજયજી મહારાજની વિદ્યમાનતામાં પ્રાયઃ પરસ્પર કપાય થાય એવો પ્રસંગે ઉપસ્થિત જ નહોતો થતો. કદાપિ દૈવગે સકારણ કે નિષ્કારણ કેઈને છદ્મસ્થપણાની લહેરમાં કષાય આવી