________________
૫૧૦
યુગવીર આચાર્ય
नमन्ति सफला वृक्षा नमन्ति सज्जना जनाः । તમે જાણો છો કે આ સમય કુસંપને વધારવાનો નથી પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તેને ઓછો કરવાનો છે. પરમપૂજ્ય મહારાજ જ્યારે વિદ્યમાન હતા ત્યારે તેઓ સાધુઓ અને શ્રાવકની સાથે કેટલો પ્રેમ રાખતા હતા, તથા સાધુઓ અને શ્રાવકોમાં પરસ્પર કેટલો પ્રગાઢ પ્રેમ હત; આનું સ્મરણ થતાં જ આજકાલની દશા પર અશ્રપાત થયા વિના નથી રહેતો. તે મહાપુરુષ એકજ હતા પરંતુ તેમના સમયમાં જે જે કાર્યો થયાં છે, તેનું તે આજે સ્મરણ માત્ર રહી ગયું છે. તેમાં સંદેહ નથી કે અધિક મહાત્માઓ આપસમાં મળીને કામ કરે તે કામ અવશ્ય વિશેષ થાય પણ એવું ભાગ્ય કયાંથી? જે મુનિનાયક અને સાધારણ મુનિરાજ પિતાના દિલમાં નમ્રતાને સ્થાન આપે તે શાસનન્નતિનાં અનેક પ્રશંસનીય કાર્ય થઈ શકે છે પરંતુ એવું સદ્ભાગ્ય મળવું બહુજ કઠણ છે.
આપસમાં કુસંપ વધવા-વધારવાનું મુખ્ય કારણ અભિમાન છે. આ અભિમાન શબ્દમાંથી જે “મા અને ન' કાઢી નાખવામાં આવે તે તમામ જગત વિજયનાદથી ગાજી ઊઠે. આ “મા અને ન” ને કાઢવાનો ઉપાય નાના મોટા બન્નેને વિચારણીય છે. એમ થવાથી જ શાસનની ઉન્નતિ થઈ શકે છે. અન્યથા નામ માત્રની ઉન્નતિ છે. કષાય ધર્મ અને સંયમ બન્નેને વિઘાતક છે તેથી તેના ત્યાગ માટે શાસ્ત્રોએ વારંવાર ઉપદેશ કર્યો છે. જૈન શાસનમાં ભલે મુનિઓ અને પદવીધરોની વૃદ્ધિ થાય તે એક આનંદની વાત છે, પરંતુ સાથે સાથે તેઓ પોતપોતાની શક્તિ અનુસાર દેશ દેશાન્તરમાં ભ્રમણ કરીને સદુપદેશદ્વારા લોકેમાં વાસ્તવિક ધર્મની અભિરુચિ પેદા કરે અને તેઓને વીતરાગદેવની સમાધિમાર્ગના રસિક બનાવે તથા એક બીજાને પ્રેમપૂર્વક મળે, પ્રેમપૂર્વક વાર્તાલાપ કરે, અને મળતાં જ એક બીજાના અતઃકરણમાં આનન્દની ઊર્મિઓ ઉછાળવા લાગે અને હળીમળીને ધર્મસંબંધી કાર્યોને વિચાર કરે તે જ