________________
૫૦૮
યુગવીર આચાર્ય
સાધુપુરુષોના કથન અને આચરણનો ઉપયોગ એમાં ધર્માભિવૃદ્ધિ છે. તેનાથી વિપરીત પરસ્પર કલેશ અને પરસ્પરની ઈર્ષ્યા આદિ બિભત્સ કાર્યોને માટે સાધુ પુરુષોએ પોતાના ઉચ્ચાર અને વિચારનો કદાપિ ઉપયોગ નહિ કરવો જોઈએ. એ માટે મહાત્માપુરુષ બધાની સાથે મળતા અને બધાને પોતાનામાં મેળવતા છતાં અલગ અલગ રહી શકે છે. એક ઉદ્દ કવિએ આ ભાવને બહુજ સુંદર રીતે વ્યક્ત કર્યો છે –
अलग हम सबसे रहते हैं मसाले तार तम्बूरा । जरा छेडे से मिलते हैं मिला ले जिसका जी चाहे ।।
સાધુ મહારાજની મુખમુદ્રા જોતાં જ તેની ગંભીરતા અને શાન્તતાનો પ્રભાવ શ્રોતાઓ પર પડે ત્યારે જ તે શાન્ત ભાવથી સાધુ મુનિરાજના ઉપદેશામૃતનું સારી રીતે પાન કરી શકે છે.
चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमा । - चन्द्रचन्दनयोर्मध्ये, शीतलः साधुसंगमः ॥
એ માટે સાધુપુરુષોએ સદા શાન્ત ભાવમાં જ રમણ કરવું જોઈએ. પરોપકાર સાધુઓને એક વિશિષ્ટ ગુણ છે. જે કઈ પ્રતિપક્ષી કષ્ટ આપે તો પણ સાધુપુરુષોને તો દીપકની જેમ તેને અજ્ઞાન અંધકાર કષ્ટ સહીને પણ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
अपनेको जलाकर औरको रोशन करता : यह तमाशा हमने फक्त चिराग में देखा ॥
પરોપકારના કાર્યમાં કષ્ટો આવતાં ભાગી જવું તે પરોપકારીનું કામ નહિ. એ કાઈ સમય નહોતો અને નહિ આવે જ્યારે આખો સંસાર એક જ રંગમાં રંગાએલો દેખાય. બધા લોકો અવગુણ શોધક અથવા ગુણગ્રાહી નથી હોતા, સંસારમાં જે ગુણગ્રાહી લોકો છે તે