________________
૫૦૬
યુગવીર આચાર્ય
શ્રીજીમહારાજ ધર્મચર્ચા સમયે પિતાના વચનામૃતથી ધર્મભિલાષીઓની ભાવનાઓને પૂર્ણ કરતા કહ્યા કરતા હતા કે – સંસારતાપથી અત્યન્ત તપેલા જીવોને વીર પરમાત્માની અમૃતમયી વાણી સંભળાવીને શાન્ત કરવાને સતત પ્રયત્ન કરતા રહેવું એજ અમારું સાચું ધમધન છે. કહ્યું છે કે –
રાજહં વધાઇ વાનાર ધનં પણ =વિતમૂ |
वपुः परोपकाराय धारयन्ति मनीषिणः ।!
વાદવિવાદ સમયે કેટલાએક ઓછી સમજણવાળા કટુવભાવ રાખવાવાળા મનુષ્ય નિષ્કપટ તથા સત્ય કહેવા છતાં ગરમ થઈ જાય છે; પરંતુ તમે તો સદા શાન્ત અને પ્રસન્નવદન જ રહો છો. વિપક્ષી લોક કેટલાયે ગરમ થઈ જાય પણ તમે તે સદા શાન્તિથી ઉત્તર આપે છે અને પોતાની શાન ગંભીર મુખમુદ્રામાં વિકૃત્તિને અણું માત્ર પ્રવેશ થવા દેતા નથી. એ વિષે કોઈ વખતે તમને પૂછવામાં આવ્યું ત્યારે તમે એજ ઉત્તર આપ્યો છે કે –
सुजनो न यांति विकृति परहितनिरतो विनाशकालेपि । छेदे हि चन्दनतरु सुरभयति मुखं कुठारस्य ।
અજ્ઞાન લેકે તો એક પ્રકારના બાળક જેવા છે. જેમ કોઈ રોગગ્રસ્ત હઠીલું બાળક ઔષધી પીવાને ના પાડે છે અને ઉત્તમ વૈદ્ય પિતાનાં મધુર વચનો દ્વારા તેને સમજાવી ઔષધી પીવરાવે છે અને તે રોગથી મુક્ત થઈ જાય છે, એ પ્રમાણે સાધુ મહાત્માઓની ફરજ છે કે તેઓ પાસે આવેલા અબોધથી અધ મનુષ્યને પણ કોઈને કોઈ પ્રકારે સધામૃત પીવરાવી સુબોધ કરવા પ્રયત્ન કરે. વ્યાખ્યાન આપવા સમયે ક્રોધ બિલકુલ ન કરો. ક્રોધથી વિચારશક્તિ નષ્ટ થઈ જાય છે. તેથી સરળમાં સરળ પ્રશ્નને પણ ઉત્તર આપી શકાતો નથી. ક્રોધ જેવું ભયંકર વિષ બીજું કોઈ નથી. કહ્યું છે કે –