________________
મંગળ આશીર્વાદ
૫૦૭ द्रुमोद्भवं हन्ति विषं नहि द्रुमं । नवा भुजंग प्रभवं सुजंगम् ।। अदः समुत्पत्तिपदं दहत्यहो । हंहोल्वण क्रोध हलाहलं पुनः ॥
ઉપદેશ આપતી વખતે જે સાધુ ક્રોધને વશ થઈ જાય તે વક્તા અને શ્રોતા બન્નેને કર્મનો બન્ધ થાય છે. એ માટે સાધુપુરુષે પ્રાણી માત્રથી મૈત્રી રાખવી જોઈએ અને તેની ભાષાં બહુ જ શાન્ત તથા મધુર હોવી જોઈએ. શેખ સાદી કહે છે કે –
दिलागर तवाजे कुनी अखतियार
शवद शलक दुनिया तुरा दोस्तदार' સાધુપુરૂ દ્વારા પ્રેમભાવથી ઉપદેશ મળવાથી ધર્માન્વેષક જિજ્ઞાસુ લોક અવશ્ય ધર્મમાં દઢ થાય છે, અને ધર્મના રસિક બને છે. વીતરાગદેવના પ્રપૌત્ર મુનિમહારાજ પાટ પર બેસીને વીતરાગદેવના સમાધિમાગને ઉપદેશ કરે અને શ્રોતાગણ તે ઉપદેશામૃતથી પોતાના આત્મામાં શાન્ત ભાવને પ્રાપ્ત કરે તેમાં જ સાર છે. સાંસારિક કાર્યોમાં વ્યગ્રતા પામેલે મનુષ્ય થોડો સમય શાન્તિ પ્રાપ્ત કરવા માટે જ સાધુમુનિરાજે પાસે ઉપદેશનું પાન કરવાને માટે આવે છે, નહિ કે અહીં તહીંની વ્યર્થ વાતો સાંભળવા અથવા પોતાની વ્યગ્રતાને વધારવા માટે તેઓનું આવવું થાય છે. પાટ પર બેસીને વ્યાખ્યાન વાંચવાવાળાને કોઈ રાજ્યની તરફથી કોઈ જાતની અમલદારી નથી મળેલી. તેમને તે આ સ્થાન ઉપરથી માત્ર લધુતારૂપ સદ્ગણની અનુપમ શિક્ષા ગ્રહણ કરવાની છે. તેથી પાટ પર બેઠા પહેલાં, હું કોણ છું, કેની પાટ પર બેઠો છું અને ભવિષ્યમાં મારે માટે શું શું કર્તવ્ય છે વગેરે વાતોનો અવશ્ય વિચાર કરી લેવો જોઈએ. તથા વ્યાખ્યાનદાતાએ એટલે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ કે વ્યાખ્યાનમાં એવી ચર્ચા થાય જેથી સાંભળવાવાળાને કંઈ ને કંઈ સાધ અને શક્તિ રસની પ્રાપ્તિ થાય.