________________
મંગળ આશીર્વાદ
૫૦૫ ગુરુવર્ય! જામનગરથી તાર આવ્યું છે આપને મંગળ આશીર્વાદ પાઠવ્યા છે અને આ પોસ્ટમાં પણ શ્રદ્ધેય પ્રવર્તકજીનો જ પત્ર છે. ” લાલા બનારસીદાસે તારો અને પત્રોને એક મોટો થોકડો આપતાં જણાવ્યું.
“પ્રવર્તકજી મહારાજ તે મારા પરમ પૂજ્ય છે. અમે તે એક જ વીરક્ષેત્ર વડેદરાના સુપુત્ર છીએ. તે મહાન કૃપાળુ અને વિદ્વાન છે. તેમની કૃપા તે મારા હૃદયમાં કોતરાયેલી છે. તેમની આજ્ઞા મારે હંમેશને માટે શિરોધાર્યું છે. તે મારા સાચા સલાહકાર અને મુરબ્બી માર્ગદર્શક છે. તેઓશ્રીના મંગળ આશીર્વાદ મારે મન મહા
મૂલા છે. ”
એ મંગળ આશીર્વાદને અનુવાદ વાંચકેની જાણ માટે આપવામાં આવે છે.
જામનગર શ્રી મુનિમંડળ તરફથી શ્રી લાહેર શ્રીયુત વિજયવલ્લભસૂરિજી, ઉપાધ્યાય સોહનવિજયજી સપરિવાર યથાયોગ્ય સાથ માલુમ થાય. શ્રી સંઘનો આનંદપૂર્ણ તાર મળ્યો. વાંચીને આનંદમાં વૃદ્ધિ થઈ છે. ગુરુમહારાજની કૃપાથી બધું કાર્ય આનંદપૂર્વક સમાપ્ત થયું તે ખુશીની વાત છે.
આપને જે ધર્મક્ષેત્રમાં શ્રી ૧૦૦૮ ગુરુમહારાજની તરફથી વિદ્યા અને વિનયશીલતા આદિ સદ્ગણોની પ્રાપ્તિ થઈ છે તે ક્ષેત્રમાં શ્રી સંઘે તમને ગુરુમહારાજના પટ્ટ પર અભિષિક્ત કર્યા છે તે આપને માટે મહાન ગૌરવની વાત છે.
હવે આપની અને શ્રી સંઘની શોભા એમાં રહેલી છે કે તમે ગુરુમહારાજના પગલે ચાલી શાસનની શોભામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરો.