________________
યુગવીર આચાર્ય
લલિતવિજય છે. તે શ્રી સેહનવિજયજીથી દીક્ષામાં મોટા છે, જ્ઞાનમાં અધિક છે; પરન્ત પન્યાસ પદવી પહેલી સેહનવિજયજીની થઈ છે. જે પં. શ્રી લલિતવિજયજી અહીં હાજર હેત તે નિસંદેહ આ પદવી તેમને જ અપાત. સેહનવિજયજી પણ આ પદવીને યોગ્ય જ છે, અને પંજાબ ઉપર તેમનું મમત્વ બધાથી વિશેષ છે. તેથીજ આ પદવી તેમને આપવાનું હું ઉચિત સમજું છું. મેં સ્વામીજી મહારાજ તથા અહીં ઉપસ્થિત અન્ય સાધુઓ સાથે આ બાબતમાં પરામર્શ કરી લીધું છે. શું આપને તે મંજુર છે?
( શ્રીસંઘે જયનાદથી તે વાત મંજુર કરી, પછી પંન્યાસ શ્રી સહનવિજયજી તરફ દષ્ટિ કરીને મહારાજશ્રીએ જણાવ્યું –
આ પ્રસંગે શ્રીસંઘ તરફથી જે પદ પર તમને પ્રતિષ્ઠિત કરવામાં આવે છે તેની મહત્તાને તમારે પૂરો ખ્યાલ રાખવો પડશે. તમારા સ્વભાવમાં થોડું ઉતાવળાપણું છે તેને બદલે ગંભીરતા ધારણ કરવી જોઈશે. તમારી ગુરુભકિત ઉત્તમ પ્રકારની છે. પંજાબ તરફ તમને ભારે મમતા છે અને તમારી કાર્યશકિત અજબ છે, તો આ પદવીને શોભાવશે. વળી જે કાંઈ કરો દીર્ઘવિચાર કરીને શુભ ફળદાયી બને તે રીતે કરશે. આજથી એક વાતને ખ્યાલ રાખશે કે જે કાંઈ નવું કામ કરો તે પિતાના વડીલ (પ્રવર્તકજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ તથા શ્રી સ્વામીજી મહારાજ) ની સમ્મતિ વિના ન કરશે એટલું જ નહિ પણ આપણાથી નાના સાધુઓની પણ સલાહ