________________
આચાર્યની જવાબદારી ભારને ઉઠાવવાને માટે મને વિવશ કરી રહેલ છે, જેને માટે હું લાચાર છું. સ્વર્ગવાસી ગુરુ મહારાજ પંજાબના હતા. તેઓશ્રીએ આ વીરભૂમિ પંજાબમાં વીર પરમાત્માએ નિર્દિષ્ટ કરેલું ધમં બીજ આરોપિત, અંકુરિત અને પલવિત કરવામાં જે જે અસહ્ય કષ્ટ સહ્યાં છે તે બધા મારા હૃદયપટ પર પૂરેપૂરાં અંકિત છે.
મેં આ ઉદ્દેશથી મારા શિષ્યવર્ગમાંથી સહનવિજય, લલિતવિજય, ઉમંગવિજય અને વિદ્યાવિજય એ ચારેને પંન્યાસ બનાવ્યા છે; કારણ કે તે ચારે પંજાબી છે અને ગુરુભકિતમાં ચારે એકએકથી ચડિયાતા છે. એ ચારે ગુરુભકતને હું મારી ચાર ભૂજાઓ સમજું છું. એ ચારેએ આજથી એ વાત પિતાના હૃદયપટ પર લખી રાખવી જોઈએ કે ગુજરાત દેશમાં જન્મ લેવા છતાં અમારા ગુરુએ સ્વર્ગવાસી ગુરુ મહારાજના લગાવેલા ધર્મવૃક્ષને સુરક્ષિત રાખવાનું બીડું ઉઠાવ્યું છે. તો અમારું એ સાથી પ્રથમ કર્તવ્ય રહેશે કે અમે અમારા જીવનમાં પંજાબને કદી પણ ન ભૂલીશું. શિષ્યને ધમ છે કે તે ગુરુના સથા અનુગામી થાય.
આ સિવાય એક વાત એ છે કે આપ લેકે મને આચાર્યપદવી આપી રહ્યા છે. જે હેતુથી મેં તેને સ્વીકાર કર્યો છે તેનું દિગ્દર્શન હું કરાવી ચૂક છું. મને લાગે છે કે આચાર્ય પદવી સાથે પંન્યાસ શ્રી સેહનવિજયજીને ઉપાધ્યાય પદવી આપવામાં આવે, જો કે મારા શિષ્યવર્ગમાં આ સમયે તે પદવીને ચગ્ય તે ૫. શ્રી