________________
[ ૪૯ ] આચાયની જવાબદારી ૫જાબ શ્રીસંઘ સમસ્ત તરફથી આચાર્યશ્રીને એક અભિનંદન પત્ર આપવામાં આવ્યું તે પં. હંસરાજજી શાસ્ત્રીએ વાંચી સંભળાવ્યું હતું. તેનું ભાષાંતર નીચે આપવામાં આવે છે – પૂજ્યપાદ શ્રી વલ્લભવિજયજી મહારાજની પવિત્ર સેવામાં શ્રીમત:!
અમે સમગ્ર પંજાબના જુદા જુદા શહેર અને કસબા તથા ગામોના નિવાસી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓ આજ આ પંજબની રાજધાની લાહેર શહેરમાં એકત્ર થઈને સમગ્ર પંજાબના જૈન વેતાંબર મૂર્તિપૂજક સંધની હેસિયતથી આપશ્રીને, સ્વર્ગવાસી જેનાચાર્ય ન્યાયાનિધિ શ્રીમદ્ વિજયાનન્દસૂરિજી મહારાજના પટ્ટપર આચાર્યપદે વિજયવલ્લભસૂરિ નામ સાથે પ્રતિષ્ઠિત કહીએ છીએ.