________________
૪૯૪
•
યુગવીર આચાય
ભગવાનને બિરાજમાન કરવા, તથા રથયાત્રા આદિ બેલીના રૂ. ૧૨૫૪૦) ની આવક આજે મંદિરમાં થઈ.
આ પ્રતિષ્ઠા જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવલભસૂરિ મહારાજના પવિત્ર કરકમળથી થઈ તે લાહોરના શ્રી સંઘને માટે ઉત્તરેત્તર પૂર્ણ કલ્યાણકારી, મંગળકારી અને અભ્યદયકારી થશે તેમ શ્રીસંઘની માન્યતા હતી. અને આજે તે માન્યતા સાચી પડી છે. લાહોરના જૈન સંઘની ઉન્નતિ દિનેદિન વૃદ્ધિગત થઈ રહી છે.
આજે પણ એ પ્રતિષ્ઠાઉત્સવ અને આચાર્ય પદવી પંજાબને શ્રીસંઘ ભૂલ્યા નથી. એ દિવસે, એ ઉત્સવ, એ આનંદ, એ ગુરુભક્તિ, એ પ્રાંતપ્રાંતના આગેવાનેનું આગમન, પંજાબના શહેરેશહેર-ગામ-ગામના ધર્મપ્રેમી ગુરુભક્ત ભાઈ બહેનનું મિલન અને ગુરુવર્યની સુધામય વાણ બધુંય આજે પણ નજર સામે તરવરે છે.