________________
યુગવી૨ આચાર્ય
જયઘોષણા દ્વારા અપૂર્વ સ્વાગત કર્યું. - આજનો દિવસ મંગળમય હતે. પંજાબ શ્રી સંઘ તથા ગુરુભકતોના હૃદય આજના પ્રસંગથી નાચી રહ્યાં હતાં. દશકને આનંદઉલ્લાસ અને હતે. ભજનમંડળીઓએ સ્વર્ગવાસી ગુરુદેવની ભાવભીની પ્રાર્થના કરી અને જાણે એ આરતી સાંભળીને ગુરુદેવને આત્મા પોતાના પ્રિયમાં પ્રિય સંદેશવાહક શિષ્યને આશીર્વાદ આપવા અંતરિક્ષમાં આવી પહોંચ્યા. “ ગુરુવલ્લભનાં યશગાન અને જીવનકાર્યનું મધુરું સંગીત એક ભજનમંડળીએ ગાયું અને બધાં દશ કે મંત્રમુગ્ધ થઈ ગયા. અપાર શાંતિ પથરાઈ ગઈ
પહેલાં મહારાજશ્રીને ઓઢાડવાની ચાદરની બોલી સ્વનામધન્ય સ્વર્ગવાસી લાલા હીરાલાલજીના સુપુત્ર લાલા માણેકચંદજી મુન્હાણી લાહેરનિવાસીએ રૂ. ૧૧૦૧) માં લીધી અને ઉપાધ્યાજી પદવીને માટેની ચાદરની બલી રૂ. ૭૦૧) માં સ્વનામધન્ય સ્વ. લાલા ડાકુરદાસજી ખાનગાડાંગરનિવાસીના સુપુત્ર શ્રી લાલા પ્રભુદયાલજી દુગ્ગડે લીધી. ચાદરોની બોલી થઈ રહ્યા બાદ સમસ્ત શ્રીસંઘ તરફથી આપને એક સન્માનપત્ર આપવામાં આવ્યું. તેને સમુચિત જવાબ શ્રીજીએ આપ્યા.
બરાબર સાડાસાત વાગે શાસ્ત્રોકત વિધિ અનુસાર આચાર્યપદવીની આવશ્યક ક્રિયા કરવામાં આવી અને મહારાજશ્રીને આચાર્યપદવીની તથા ૫. શ્રી. સેહનવિજયજીને ઉપાધ્યાયપદવીની ચાદર ઓઢાડવામાં આવી. સમવસરણની પ્રદક્ષિણા કરતા આચાર્યશ્રી અને ઉપાધ્યાયજી પર ચારે