________________
પ્રતિષ્ઠા તથા આચાય પદ્મવીને મહાત્સવ
૧
આચાય પદવી માટે વિનમ્ર વિનંતિ કરી, એટલું જ નહિ પણ સાધુશિરામણ શ્રદ્ધેય પ્રવતક શ્રી કાંતિવિજયજી, શાન્તમૂર્તિ શ્રી હંસવિજયજી, આદર્શ ગુરુભક્ત શ્રી સંપતવિજયજી તથા પરમવૃદ્ધ સ્વામીજી શ્રી સુમતિવિજયજી મહારાજની પવિત્ર સેવામાં ૫ જામ શ્રીસંઘની વર્ષોંની મનેાકામના સિદ્ધ કરવામાં મદદ કરવા તથા મુનિમહારાજશ્રી વલ્રભવિજયજીને આચાર્ય પદવી માટે આગ્રહપૂર્વક અનુરોધ કરવા પ્રાર્થના કરવામાં આવી. છેવટે શ્રીસંઘની પ્રાર્થના અને વૃદ્ધ મહાત્માઓની અનુમતિને વશ આચાર્ય પદ માટે સંમતિ આપવી પડી. પંજાબ શ્રીસ'ઘમાં—ખચાખચ્ચામાં આનંદ લહરી છવાઈ ગઈ. પ્રતિષ્ઠાનું મુહૂત કલ્યાણકારી નીવડયું.
પ્રતિષ્ઠા દે મહાત્સવને અંગે ભતનિવાસ જ્યાં મહારાજશ્રી બિરાજમાન હતા—ની પાસે રાજા ધ્યાનસિંહની હવેલીમાં એક વિશાળ અને સાંદપૂર્ણ મંડપ બનાવવામાં આવ્યે હતા. વ્યાખ્યાન આદિ કાČક્રમ હ ંમેશાં આ મડપમાં થતાં હતાં. આજ સામવારના દિવસ હતા. સ્ત્રીપુરુષા સવારના પહેારમાં વહેલા વહેલા પરવારી મંડપમાં આવી રહ્યાં હતાં. મધ્યમાં ચાંદીનું સમવસરણ સ્થાપિત હતું જેમાં ચારે તરફ પ્રભુપ્રતિમાએ દશકાની ભાવના વૃદ્ધિ કરી રહી હતી. મંડપની શેાભા અપૂર્વ હતી. જ્યારે મુનિમહારાજશ્રી વલ્લભવિજયજી, વાવૃદ્ધ સ્વામી શ્રી સુમતિવિજયજી મહારાજને સાથે લઈ ને પેાતાના શિષ્ય પરિવાર સાથે મંડપમાં પધાર્યા કે તરત જ ઉપસ્થિત જનતાએ ભગવાન મહાવીરસ્વામી, સ્વર્ગવાસી ગુરુમહારાજ તથા આપશ્રીજીની