________________
યુગવોર આચાર્ય
યોગ્યતા આપની ઉમર આ સમયે ૫૪ વર્ષની છે. દીક્ષા લીધે આપને ૩૭ વર્ષ થયાં. આપ બાળબ્રહ્મચારી છે. આપનું ચારિત્ર નિઃસન્ટેડ નિરવ અને પવિત્રતમ છે. જ્ઞાનની દ્રષ્ટિએ પણ આપનું સ્થાન બહુ જ ઉરચ છે. સ્વર્ગવાસી ગુરુમહારાજની પાસેથી વિદ્યા અને અનુભવ પ્રાપ્ત કરવાનો આપને સારો અવસર મળ્યો અને આપે ભક્તિપૂર્વક ગુરુચરણોમાં રહીને તે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવ્ય. આપની વિનીતતા, બુદ્ધિમત્તા, અને સમયસૂચકતા તથા ચાતુર્યથી આકર્ષિત થઈને ગુસ્મહારાજે પણ પોતાના સગુણાનો વાર આપને જ આપ્યો છે.
સંવત ૧૯૫૨ માં ગુરુદેવને જ્યારે સ્વર્ગવાસ થયે ત્યારથી પંજાબને સંભાળવાનો બધો ભાર આપના ઉપર આવ્યો. આપે અમ પંજાબનિવાસીઓના ધાર્મિક સ્વત્વોનું સંરક્ષણ કરીને સમસ્ત જૈનસમાજની પણ અમૂલ્ય સેવા કરવામાં કશું બાકી રાખ્યું નથી. જોકે આપની જન્મભૂમિ ગૂજરાત દેશ છે તથાપિ આપનું અધિકતર જીવન પંજાબમાં વીત્યું છે. આપ જ્યારે ગૂજરાતમાં ગયા તો ત્યાં સમય જોઈને આપે સામયિક શિક્ષાની તરફ બધાનું ધ્યાન ખેંચ્યું. જ્યાં જ્યાં આપ વિચર્યા ત્યાં આપે વિદ્યાભવૃદ્ધિ અને ધાર્મિક શક્તિ વધારવાની દ્રષ્ટિથી જ આપે પ્રયત્ન કર્યો. તેના ફળસ્વરૂપ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આજે મોજુદ છે. વિદ્યાલયમાં રહીને પ્રતિ વર્ષ અનેક વિદ્યાર્થી વિદ્યાની ભિન્ન ભિન્ન શાખઓમાં ઉત્તીર્ણ થાય છે અને ધાર્મિક શિક્ષા પણ મેળવે છે. એ કહેવું અતિશયોક્તિ નથી કે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી બીજી સંસ્થા જન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં ક્યાંય પણ નથી. પાલણપુરની એક સંસ્થા પણ આપના શુભ પ્રયત્નની સાક્ષી દઈ રહી છે, મારવાડ જેવા વિકટ