________________
૪૮૪
યુગવીર આરાય
મહારાજની જય, જિન શાસનદેવની જય!
આ જયનાદે વાતાવરણમાં ગુંજી રહ્યા. આ વાત સાંભળી સંઘની ખુશીનો પાર ન રહ્યા. બચ્ચાબચ્ચાના દિલમાં ઉત્સાહ અને હર્ષની ઉર્મિઓ ઉછળવા લાગી. આવેલા મહેમાનેને જણાવવામાં આવ્યું કે આવતી કાલે સવારે છ વાગે મંડપમાં આચાર્ય પદવીને સમારંભ થશે. આનંદ આનંદ છવાઈ રહ્યું. વાતાવરણ ભારે પ્રફુલ બની ગયું. શ્રીસંઘ પંજાબની ભાવના વર્ષો પછી સફળ થઈ.
પંજાબની વિખ્યાત રાજધાની લાહોર શહેરમાં જૈન ધર્મના પ્રચાર જીર્ણોધૃત દેવમંદિરની પ્રતિષ્ઠા અને મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી મહારાજની આચાર્ય પદવીને સમારંભ એ બે કાર્ય એવાં મહત્વનાં થયાં છે કે વર્તમાન જૈન ઈતિહાસમાં તેનું સ્થાન વિશેષ ગૌરવશાળી રહેશે. આ બન્ને કાર્યોના મહત્સવમાં પંજાબ શ્રીસંઘ અને બીજા અનેક આગેવાન ભાઈઓએ પ્રશંસનીય ઉત્સાહને પરિચય આપ્યું છે.
ચારસો વર્ષ પછી આ બનને શુભ કાર્યો (પ્રતિષ્ઠા તથા આચાર્યપદવી) ની પુનરાવૃત્તિ કરનાર પંજાબ અને ખાસ કરીને લાહોરના જૈન સમાજે જે શ્રેય પ્રાપ્ત કર્યું છે તેની તુલના કરવી અસ્થાને છે. ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિએ એ અને કાર્યો બહુ જ મહત્વના છે. શાસ્ત્રકારોએ સાધુમહાત્માઓને તીર્થસ્વરૂપ કહ્યા છે. શાસ્ત્રકારોએ તીર્થના સ્થાવર અને જંગમ એવા બે ભેદ કહ્યા છે. જેના આલં